AAP નેતા લેક્મે ફેશન શોમાં ડિઝાઈનર પવન સચદેવના શો સ્ટોપર હતા. આમઆદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રવિવાર રેમ્પ પર ડેબ્યૂ કર્યું.રાઘવે અભિનેતા અપારશક્તિ ખુરાનાની સાથે રેમ્પ પર વોક કર્યું. રેમ્પ પર રાઘવ ચઢ્ઢાએ બરગંડી હાઈનેકની ઉપર બ્લેક જેધર જેકેટ અને પેન્ટ પહેર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રેમ્પ પર રાઘવના વોકનો આ વીડિયો દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ દેવેન્દ્ર શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેને લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે. આ વીડિયો થોડી જ વારમાં વાઈરલ થઈ ગયો. FDCI X લેક્મે ફેશન વીકનું આયોજન નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, ઈન્ડિયા ગેટ પર કરાયું હતું.આમઆદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને હાલમાં જ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેટ કર્યા હતા.
Read About Weather here
જ્યાં રાઘવ અને આપના અન્ય ચાર ઉમેદવાર ચૂંટાઈ પણ ગયા છે. આ સાથે જ 33 વર્ષનાં રાઘવ ચઢ્ઢા સૌથી નાની ઉંમરના રાજ્યસભાના સાંસદ બની ગયા છે.હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં AAPએ સારું પ્રદર્શન કર્યું. પાર્ટીએ પંજાબની 117 સીટમાં 92 સીટ પર જીત મેળવી રાજ્યમાં સરકાર બનાવી છે. પંજાબમાં આપની જીતમાં રાઘવ ચઢ્ઢાની ભૂમિકા ઘણી જ મહત્વની માનવામાં આવે છે.પાર્ટીએ ભગવંત માનને CM બનાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here