સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાની વેપારી સાથે ચાર ગઠીયાની 20 લાખની છેતરપીંડી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગઠીયાઓ લોકોને છેતરવાના નવા નવા નુસ્ખા અજમવાતાં હોય છે. રાજસ્થાનના સોના ચાંદીના દાગીનાના વેપારીને તેના મિત્રએ સસ્તામાં સોનું મળે છે તેવી વાત કરતાં જોધપુરના એક વ્યક્તિનો સંપર્ક કર્યા બાદ આ બંને મિત્રો રાજકોટ સોનું ખરીદવા આવતાં તેની સાથે ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક હોટલમાં એક શખ્સે બેઠક કરી રૂા. 40 લાખના કિલો લેખે સોનાનો સોદો નક્કી કરી રૂા. 20 લાખ એડવાન્સમાં મેળવી બાદમાં ચોટીલા નજીક હોટલ ખાતે લઇ જઇ ત્યાંથી અમદાવાદ લઇ જઇ અમદાવાદની હોટલમાં બંને મિત્રોને ઉતારી કાર ચાલક રોકડનો થેલો લઇ ભાગી જતાં રાજસ્થાની વેપારી અને મિત્ર ફરી રાજકોટ આવી જેણે સોદો કરવા માણસને મોકલ્યો હતો તેનો સંપર્ક કરતાં તેણે જોધપુરમાં તમને સોનુ મળી જશે ત્યાં જતાં રહો તેમ કહેતાં વેપારી ત્યાં જતાં રહ્યા બાદ આજ સુધી સોનુ ન મળતાં અને રૂપિયા 20 લાખ પણ નહીં અપાતાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં તાલુકા પોલીસે રાજસ્થાન જોધપુરના વિર મહોલ્લા ચાંદપોલ રોડ પર વ્યાસ પાર્કની બાજુમાં રહેતાં અને ઘર પાસે શ્રીકૃષ્ણા જ્વેલર્સ નામે દુકાનમાં સોના-ચાંદીના દાગીના બનાવીને વેંચવાનું કામ કરતાં જનકભાઇ વિજયકિશન સોની (ઉ.48)ની ફરિયાદ પરથી કચ્છ માંડવીના હમસુખ, જયેશ, ધર્મેન્દ્ર અને રાજુ તથા તપાસમાં ખુલે તેની સામે રૂા. 20 લાખનું સોનુ સસ્તામાં આપવાના બહાને રૂપિયા મેળવી લઇ સોનુ નહિ આપી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.

જનકભાઇ સોનીએ પોલીસને જણાવ્યું છે કે હું મારા મોટા ભાઇ ચંદ્રશેખર સોની સાથે રહુ છું. આશરે એકાદ મહિના પહેલા મારો કોલેજનો મિત્ર રવિકુલસિંહ ચોૈધરી મને મળ્યો હતો અને કહેલું કે મારા મિત્ર ટેક્સ વગરનું સોનુ લાવે છે અને 20 ટકા ઓછી કિમતથી સોનુ વેંચે છે, તું જ્વેલર્સનું કામ કરે છે અને તારે જો સોનુ જોઇતું હોય તો મને કહેજે. જેથી મેં તેને સસ્તુ સોનુ લેવાની હા પાડી હતી. એ પછી બે દિવસ બાદ રવિકુલસિંહે મારી મુલાકત જોધપુરમાં કિશોર ભાલોડીયા સાથે કરાવી હતી. સોના બાબતે તેની સાથે વાત થઇ હતી. કિશોરે કચ્છના માંડવીના હસમુખભાઇ સાથે વાત કરી હતી.

હસમુખભાઇએ સોનુ જોવું હોય તો પહેલા માંડવી આવીને જોઇ જાવ પછી સોદો કરીશું તેમ કહ્યું હતું. પણ ત્યારબાદ જયેશે રાત્રીના બે અઢી જેવો સમય થઇ ગયો હોઇ રાત્રી રોકાણ અમદાવાદ કરી સવારે અમદાવાદથી માલ (સોનુ) લઇ જોધપુર જતાં રહેજો તેમ કહેતાં હું, મિત્ર રવિકુલસિંહ તથા જયેશ અને ધર્મેન્દ્ર અમદાવાદ હાઇવે પર સહયોગ હોટલ ખાતે પહોંચી ત્યાં રોકાયા હતાં. સવારે સહયોગ હોટલથી વર્ના કારમાં અમદાવાદ સીટી તરફ રવાના થયા હતાં. જ્યાં ગીતા મંદિર પાસે પહોંચતા ધર્મેન્દ્રએ કાર ઉભી રાખી હતી. જયેશે પોતે સોનુ લેવા જાય છે તેમ કહી કારમાંથી ઉતરી ગયો હતો. ઘણો સમય વીતી જવા છતાં જયેશ આવેલ નહિ. એ પછી તેણે ધર્મેન્દ્રને ફોન કરી કહેલું કે જગન્નાથજીની શોભાયાત્રા હોઇ જેથી ગાડી લઇને અમદાવાદ બહાર નીકળી જાવ.

આ પછી હું, મિત્ર અને ધર્મેન્દ્ર કારમાં અમદાવાદ બાયપાસ પહોંચ્યા હતાં. એ પછી મેં જયેશને ફોન કરી સોનાનું શું થયું? તેમ પુછતાં તેણે સોનુ મળ્યું નથી, તમે હોટલમાં રોકાવ હું આવુ જ છું. આથી હું, મિત્ર હોટલની અંદર ગયા હતાં. ત્યાં ધર્મેન્દ્ર વર્ના કાર લઇને જતો રહ્યો હતો. અમારી 20 લાખની બેગ પણ કારમાં જ હતી. તેમજ મિત્ર રવિકુલસિંહનો અને મારો સામાન પણ એ કારમાં હતો. અમે જયેશને ફોન કરી ધર્મેન્દ્ર કાર લઇ નીકળી ગયો છે અને રોકડ તથા સામાનના થેલા પણ કારમાં છે તેમ કહેતાં જયેશે કહેલું કે તેને કામ હતું એટલે એ નીક્ળયો છે.

Read About Weather here

તમે અસલાલી ચોકડી આવી જાય, સોનુ આવી ગયું છે અને તમને આપી દઉ પછી તમે નીકળો. આથી હું અને મિત્ર અસલાલી ચોકડીે પહોંચી ત્યાં ત્રણેક કલાક રાહ જોઇ છતાં જયેશ ન આવતાં તેને ફોન કરતાં આવુ જ છું તેમ કહી બાદમાં ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ અમે અમદાવાદ રોકાઇ બીજા દિવસે રાજકોટ આવ્યા હતાં અને હસમુખને ફોન કરતાં તેણે કહેલું કે તમે જોધપુર જતાં રહો માલ તમને મળી જશે. પરંતુ અમને સોનુ મળ્યું નહોતું. હમસુખ, જયેશ, રાજુ અને ધર્મેન્દ્રના પુરા નામ પણ મને આવડતાં નથી. આ બધાએ આજ સુધી મને રૂા. 20 લાખ કે સોનુ આપ્યા ન હોઇ ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં વેપારી જનકભાઇ સોનીએ જણાવતાં તાલુકા પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ વી. એન. મોરવાડીયાએ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here