સલાયાનું ડ્રગ્સ છેક પંજાબ પહોંચતું: વધુ બેની ધરપકડ

સલાયાનું ડ્રગ્સ છેક પંજાબ પહોંચતું: વધુ બેની ધરપકડ
સલાયાનું ડ્રગ્સ છેક પંજાબ પહોંચતું: વધુ બેની ધરપકડ

ઝીંઝુડાનાં ડ્રગ્સ મામલામાં પંજાબ અને સલાયાથી એક-એક પેડ્લરને દબોચી લેવાયા: ગુજરાત એટીએસની આગળ વધતી તપાસમાં વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ

અંતે ગુજરાતનાં ડ્રગ્સનાં મામલાનું પંજાબ સાથેનું કનેક્શન બહાર આવી ગયું છે. સલાયાથી નશીલા પદાર્થો પંજાબ મંગાવતા એક શખ્સને ગુજરાત એટીએસ ની ટીમ દ્વારા દબોચી લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સલાયાથી વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ રીતે ઝીંઝુડાનાં જંગી ડ્રગ્સ મામલામાં એટીએસ દ્વારા વધુ બે પેડ્લરની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે.

સલાયાથી ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચી જતો હતો. પંજાબનો એક પેડ્લર નિયમિત રીતે સલાયાથી ડ્રગ્સ મંગાવતો હતો તેવું તપાસમાં બહાર આવ્યું છે. પંજાબનાં એ શખ્સને પણ એટીએસ ની ટીમ દ્વારા પકડીને ઊંડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મંગાવ્યું છે, ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવ્યું છે. સમગ્ર નેટવર્કમાં બીજા કોણ-કોણ સંડોવાયા છે એ તમામ વિગતો મેળવવા પંજાબ અને સલાયાનાં શખ્સોની સઘન અને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

ધીમે-ધીમે મોટું નેટવર્ક સામે આવે રહ્યું છે. જેના કારણે તપાસનો દૌર પંજાબ સહિતનાં રાજ્યો સુધી લંબાઈ રહ્યો છે.ગુજરાતને પણ પંજાબની જેમ નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણનું હબ બનાવી દેવાના કાવતરાની ચોકાવી

Read About Weather here

દેનારી હકીકતો એટીએસ અને સ્થાનિક પોલીસની તપાસમાં ખુલી રહી છે. આગામી દિવસોમાં હજુ વધુ ધરપકડો થાય અને ડ્રગ્સ કૌભાંડનાં મોટા ધડાકા થાય તેવી શકયતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here