સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને રકતદાન કેમ્પનું આયોજન

સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને રકતદાન કેમ્પનું આયોજન
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને રકતદાન કેમ્પનું આયોજન
આઈશ્રી ખોડિયાર મંદિર સેવક ગણ પરિવાર દ્વારા આયોજીત 25 માં 14 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ તેમજ રકતદાન કેમ્પનું આયોજન આગામી તા.1 ને રવિવારે લકકીરાજ પાર્ટી પ્લોટ, ભાવનગર હાઈ-વે, આજીડેમથી આગળ, માંડા ડુંગર પાસે કરવામાં આવ્યું છે.આઈ શ્રી ખોડીયાર મંદિર, 10 – કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, દ્વારા માતાજીના સાનિધ્યમાં 14 દીકરીઓના પચીસમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નમહોત્સવનું આયોજન કરેલ છે. તેમા નવવધુને ર00 થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા.1-5 રવિવારના સાંજે 3-30 વાગ્યે રાખેલ છે. આ સમૂહલગ્નમાં 200 થી વધુ કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. તેમજ 2500 વ્યકતિને સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ તા.1 ને રવિવારે બપોરે 5 થી 8 કલાકે નાથાણી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.આ આયોજન માટે ભુવાશ્રી પરસોતમભાઈ એન. દોંગાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. કાર્યક્રમ માટે આઈ શ્રી ખોડિયાર મંદિરના સેવકગણ પરિવાર દ્વારા ઉકાભાઈ લાવડીયા, કુ. ગોપી પી. દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, દામજીભાઈ વેકરીયા, અશ્ર્વિનભાઈ રામાણી, કિશોરભાઈ લીંબાસીયા, મોહનભાઈ ગોહેલ, સુરેશભાઈ કોડીયા, જીતુભાઈ લીંબાસીયા, રમેશભાઈ વીરડીયા, ગોબરભાઈ દોંગા, ધીરૂભાઈ દોંગા, હેમંતભાઈ દોંગા, રમેશભાઈ દોંમા, સુરેશભાઈ દોંગા, નાથાભાઈ ટીંબડીયા, ચંદુભાઈ ચાંદીવાળા, હિતેષભાઈ આસોદરીયા, મુકેશભાઈ વસોયા, ગીરધરભાઈ રૈયાણી, સમીરભાઈ કાપડીયા, જીજ્ઞેશભાઈ ટીંબડીયા, આકાશ પી. દોંગા, મહેન્દ્રભાઈ કોઠારી, પ્રતિકભાઈ મોણપરા, ભાર્ગવભાઈ કે. પટેલ, પ્રતિક એ. રામાણી, નયન જી. રૈયાણી તેમજ નામી અનામી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

Read About Weather here

દીકરીઓને કરિયાવરમાં સોનાનો દાણો, સાંકળા, પલંગ, ગાદલા સેટ, કબાટ, ટીપોય, પંખા, મિકસર, ઈસ્ત્રી, ટોસ્ટર, બ્લેન્ડર, મોલ્ડીંગ ચેર, થાળી સેઢ-6, સાડી સેટ-5, સ્ટીલના વાસણ તેમજ કટલેરી, વગેરે નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here