સરપંચ પદની ઉમેદવાર મોડલ એશ્રા હાર…!

સરપંચ પદની ઉમેદવાર મોડલ એશ્રા હાર...!
સરપંચ પદની ઉમેદવાર મોડલ એશ્રા હાર...!
મોડલ સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી રવિવારે મતદાન થયા બાદ સાંજે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનોજભાઈ અને તેના પુત્ર અજયભાઈનું જાતિ વિષયક અપમાન કરવા બદલ એશ્રા પટેલ સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ સંખેડા પોલીસ મથકે નોંધાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

છોટાઉદેપુરના સંખેડા તાલુકાની કાવીઠા ગામ પંચાયતના સરપંચ પદ માટે મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. મોડલ એશ્રા પટેલ ગામના લોકોને સેવા કરવા માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.

સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. મતદાન મથકે એશ્રા પટેલને 430 મત મળ્યા હતા. જ્યારે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેન મનોજભાઈ સોલંકીને 559 મત મળ્યા હતા.

દક્ષાબેન દેશમુખને 88 મત અને મુસીબેન ભીલને 380 મત મળ્યા હતા. નોટામાં 7 મત અને રદ્દ થયેલા મત 135 હતા. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી હતી. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી હતી,

જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી હતી.એશ્રા પટેલના પિતા નરહરી પટેલ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે

તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.શ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ,

Read About Weather here

રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here