સરકાર સામે સિવિલના તબીબોનું આંદોલન વધુ તેજ બન્યું

સરકાર સામે સિવિલના તબીબોનું આંદોલન વધુ તેજ બન્યું
સરકાર સામે સિવિલના તબીબોનું આંદોલન વધુ તેજ બન્યું

છ રાજ્યના નિષ્ણાત તબીબોનો ટેકો જાહેર

સરકારનો આદેશ નહિ માનનારા 48 તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ, વીજ-પાણી કનેક્શન પણ કાપી નખાશે: હડતાલનો કોઈ પણ રીતે ઉકેલ આવવાની સંભાવના ધૂંધળી

પીડીયુ મેડિકલ કોલેજના ચોથા વર્ષના 48 બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબિબીને બોન્ડ મામલે અન્યાય થયાની હડતાલનો આજે ત્રીજો દિવસ શરૂ થયો છે. તે અંતર્ગત આ તબિબો તમામ ઓપીડી સેવાથી અલિપ્ત થઇ ગયા છે. આજે તેમના ટેકામાં પ્રથમ ત્રણ વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા જતાં તમામ ઓપીડી અને ઇમર્જન્સી સેવા ઠપ્પ થઇ ગઇ હતી. હાલ અન્ય 6 રાજ્યના જેડેયુના નિષ્ણાત તબીબોએ સમર્થન આપતા આંદોલન ઉગ્ર બને નવા આશ્ચર્યજનક કાર્યક્રમો યોજાઈ તેવી શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

તો બીજી બાજુ ડૉક્ટરોનું આંદોલન તોડવા માટે સરકારે એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવા તથા હડતાલમાં સામેલ તબીબોને તુરંત હોસ્ટેલ ખાલી કરી દેવા સરકારે આદેશ આપી દીધો છે અને જો તેમ નહીં કરે તો વીજળી અને નળ કનેક્શન કાપી નાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. બીજી બાજુ સરકાર તરફથી કોઈ જ પગલું ઉઠાવવામાં નહીં આવતાં તબીબો પણ ‘મચક’ આપવાન મૂડમાં નથી અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલું રાખવાનું એલાન કર્યું છે.

હવે તબીબો ઝૂકવા તૈયાર નથી અને સરકાર માનવા તૈયાર નથી ત્યારે આ હડતાલનો અંત કેવી રીતે આવશે તે પણ સો મણનો સવાલ છે. હાલ સિવિલના જુદા જુદા વિભાગોમાં કલાસ-૨ અને કન્સલ્ટન્ટ તબિબોને મુકવાની વ્યવસ્થા હોસ્પિટલના સત્તાધીશોએ કરવી પડી રહી છે.

રાજકોટ સિવિલની ઓપીડી, ઇમર્જન્સીમાં કન્સ્ટલન્ટ અને કલાસ રના તબિબો થકી કામ ચલાવાઇ રહ્યું છે. સરકારની અક્કડતા અને તબિબોની હડતાલને કારણે દર્દીઓનો મરો થઇ રહ્યો છે. ઝડપથી આનું નિવારણ થાય તે દર્દીઓના હિતમાં ગણાશે.

દરમિયાન રાજકોટ પીડીયુ કોલેજના તબિબોની હડતાલને યુનિયન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ ઓફ પંજાબ, તેલંગણા જુીનયર ડોકટર્સ એસોસિએશન, રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન ટ્રસ્ટ ઉત્તર પ્રદેશ તથા રેસિડેન્ટ ડોકટર એસોસિએશન ઓફ ન્યુ દિલ્હી તરફથી પણ ટેકો સાંપડી રહ્યો છે. તમામે લેખિતમાં ટેકો જાહેર કર્યો છે.

હાલ પીડીયુ મેડિકલ કોલેજના 48 તબિબો કે જેણે છેલ્લા વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે તેઓ બોન્ડ મામલે અન્યાય થયાની લાગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમણે અભ્યાસ પુરો કર્યો એ વખતે જ કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે.

Read About Weather here

આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી. પરંતુ ગત ૧૨ એપ્રિલના આ પરિપત્ર બાદ ૩૧મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ 1:1જ ગણી નાંખ્યો હતો. આ અન્યાય સામે શરૂ થયેલી હડતાલ આજે ચોથા દિવસે યથાવત રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here