સરકારી જમીનો પર દબાણ કરનારા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી

સરકારી જમીનો પર દબાણ કરનારા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી
સરકારી જમીનો પર દબાણ કરનારા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી
ગુજરાતમાં સરકારી જમીનો પર બેફામ દબાણ સામે સરકાર હવે ગંભીર બની હોય તેમ પ્રથમ વખત આવા તત્વો સામે લેન્ડગ્રેબિંગ કાયદાનું હથિયાર ઉગામવા અને તાત્કાલીક અસરથી નળ-વીજ જોડાણ સહિતની સેવાઓ કાપી નાખવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રથમ વખત સરકારી જમીન પરના દબાણ સામે આક્રમક વ્યૂહ અપનાવીને લેન્ડગ્રેબિંગ કાયદાની જોગવાઈઓ લાગુ પાડવા માટે રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ અંગેનો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. સરકારી જમીનમાં ખડકાયેલા કોમર્શીયલ અને ઔદ્યોગિક એકમોને તાત્કાલીક અસરથી વીજળી સહિતની નાગરિક સેવા બંધ કરી દેવાની પણ તાકીદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

16મી જૂને મહેસુલ વિભાગના નાયબ સચિવ બી.આર. ભમ્મરની સહીથી ઇસ્યુ થયેલા આ પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, તમામ જિલ્લાના સર્કલ ઓફીસરોને સરકારી પ્લોટની સંખ્યા ચકાસવાની જવાબદારી સોંપવામાં આવે, દર મહિને તેનો રિપોર્ટ કલેક્ટરોને સોંપવામાં આવે, સરકારી પ્લોટમાં દબાણ છે કે કેમ તેની વિગતો સાથેનો રિપોર્ટ સરકારને પહોંચાડવામાં આવે. સર્કલ ઓફીસર કે મામલતદાર જેવા મહેસુલી અધિકારીઓને સરકારી પ્લોટનું વીડિયોગ્રાફી કરીને ફેન્સીંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

Read About Weather here

વીડિયોગ્રાફીના આધારે સરકારી જમીનના સ્ટેટસનો પૂરાવો આપવાનો રહેશે. જિલ્લા કલેક્ટરોએ નિયમિત રીતે સરકારી જમીનના ઇન્સ્પેકશનના આદેશ કરવાના રહેશે અને કોઇ દબાણ માલુમ પડવાના સંજોગોમાં સર્કલ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સામે ખાતાકીય પગલા લેવાના રહેશે. પરિપત્રમાં એવી પણ તાકીદ કરવામાં આવી છે કે દરેક જિલ્લાનાં સરકારી પ્લોટનું લીસ્ટ તૈયાર કરવામાં આવે અને તેનો સ્ટેટસ રિપોર્ટ બનાવવામાં આવે. કોઇપણ પ્લોટમાં દબાણ હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવે. મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં ખાસ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને દબાણ સામે કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોએ સરકારી જમીનના દબાણ મામલે કોર્પોરેશન, નગરપાલિકા અને અન્ય સંબંધીત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે બેઠક કરીને ગેરકાયદે ખડકાયેલી ઇમારતોની વીજળી સહિતની સેવા અટકાવવા માટેની સૂચના આપવાની રહેશે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here