સમાજનો બહોળો વર્ગ કહેતો રાજકારણમાં જોડાવા તૈયાર: નરેશ પટેલ

સમાજનો બહોળો વર્ગ કહેતો રાજકારણમાં જોડાવા તૈયાર: નરેશ પટેલ
સમાજનો બહોળો વર્ગ કહેતો રાજકારણમાં જોડાવા તૈયાર: નરેશ પટેલ

સૌરાષ્ટ્રમાં કેશુભાઈ બાદ વધુ એક લેઉવા નેતાનાં ઉદયનો સંકેત
ખોડલધામનાં પ્રણેતાએ પહેલી વખત રાજનીતિમાં આવવા અંગે સૂચક વિધાન કર્યા; કોંગ્રેસનાં નવા નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાં જોડાઈ જવા નરેશ પટેલને વિધિવત આમંત્રણ આપ્યા બાદ લેઉવા નેતાની પ્રતિક્રિયા
સમાજનો આદેશ હોય એ મુજબ જ કરીશ, પાટીદારનાં નેતાને મુખ્યમંત્રી બનાવ્યા એ વિશે આભાર માનું છું, અત્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી છે એ સારી વાત: નરેશ પટેલ
નરેશ પટેલ માટે કોંગ્રેસનાં દરવાજા હંમેશા ખુલ્લા છે: વિપક્ષનાં નેતા સુખરામ રાઠવા

કેશુભાઈ પટેલ બાદ લેઉવા સમાજનાં વધુ એક નેતાનો રાજકીય મેદાનમાં ઉદય થઇ રહ્યાનાં મહત્વનાં નિર્દેશો આજે પ્રાપ્ત થયા છે. ખોડલધામનાં પ્રણેતા અને લેઉવા પટેલ સમાજનાં અગ્રણી નેતા નરેશ પટેલે આજે પહેલીવખત જાહેરમાં રાજકારણમાં જોડાવા અંગે સ્પષ્ટ અને ચોક્કસ સંકેતો આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

નરેશ પટેલે આજે જાહેર કર્યું હતું કે, જો સમાજનો બહોળો વર્ગ કહે તો હું રાજકારણમાં આવવા માટે તૈયાર છું. આ સૂચક વિધાન કરવા સાથે નરેશ પટેલે ક્યાં પક્ષમાં જોડાશે એ વિશે કોઈ સ્પષ્ટિકરણ કર્યું ન હતું.

આજે પ્રદેશ કોંગ્રેસનાં નવા નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાં જોડાઈ જવા નરેશ પટેલને વિધિસર આમંત્રણ આપતા ગુજરાતનાં રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસનાં નેતાઓએ વિધિસર આમંત્રણ આપ્યા બાદ નરેશ પટેલે પણ રાજનીતિમાં જોડાવા અંગે દુરગામી સંકેતો આપતા વિધાનો કર્યા હતા.નરેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજ કહેશે તેમ હું કરીશ. સમાજનો બહોળો વર્ગકહે તો રાજકારણમાં જોડાઈ જવાની તૈયારી છે.

મારા રાજકીય પ્રવેશ મુદ્દે મારો સમાજ નિર્ણય લેશે. તેમણે પાટીદાર સમાજનાં મુખ્યમંત્રી બનાવ્યા એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે અત્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી છે એ સારી વાત છે.

તાજેતરમાં કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત લીધી હતી અને નરેશ પટેલ સાથે બેઠક પણ કરી હતી. એ બેઠક બાદ લેઉવા પટેલ નેતાનાં સંભવિત રાજકીય પ્રવેશની ચર્ચા ગતિમાન બની હતી.

ખોડલધામમાં કોંગ્રેસનાં નેતાઓનાં આગમન અંગે પૂછવામાં આવતા નરેશ પટેલે કહ્યું હતું કે, ખોડલધામમાં તમામ પાર્ટીનાં નેતાઓ આવે છે.દરમ્યાન વિધાનસભા વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અગ્રણી સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી કે, નરેશ પટેલ માટે કોંગ્રેસનાં દરવાજા ખુલ્લા જ છે.

2022 ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ દરેક સમાજને સાથે રાખીને ચાલવા માંગે છે.આજે ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ મળી રહ્યા છે. આ મુલાકાતનું પણ અનેક રીતે રાજકીય અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

જો કે ખૂદ નરેશ પટેલે આ મુલાકાત અંગે એવું કહ્યું હતું કે, ખેડૂતોનાં આંદોલન સમયનાં પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા થનાર છે.નરેશ પટેલનાં ધડાકા સાથે રાજકીય વિશ્ર્લેષકોમાં અનુમાનો અને અટકણોની આંધી ઉઠવા પામી છે.

રાજકીય વિશ્ર્લેષકો એવું માની રહ્યા છે કે, નરેશ પટેલે રાજ્યનાં બંને ટોચનાં પક્ષોનાં નેતાઓને તાજેતરમાં મુલાકાત આપી છે. એટલે તેઓ રાજકારણમાં આવશે એ નિશ્ર્ચિત મનાઈ છે.

પરંતુ ક્યાં પક્ષમાં જોડાવવાનું પસંદ કરે છે એ વિશે હજુ કશું કહી શકાય તેમ નથી. પણ એક હકીકત સ્પષ્ટ બની છે કે લેઉવા પટેલ સમાજનાં આ નેતા જે પક્ષમાં જોડાઈ તેનો એ પક્ષને જરૂર રાજકીય ફાયદો થઇ શકે છે અને એ પક્ષને લેઉવા પટેલ મતબેંક વધુ મજબુત બની શકે છે.

અત્યારે ગુજરાતનાં રાજકારણમાં શક્તિશાળી મતબેંક ગણાતા એક સમાજ પર રાજકીય રીતે મહત્વનાં પક્ષોનું તમામ ધ્યાન કેન્દ્રિત થઇ ગયું હોય તેવું લાગે છે. એટલે તે સમાજનાં વગદાર, પ્રતિષ્ઠિત અને બિનવિવાદી પ્રતિમા ધરાવતા નેતાને પક્ષમાં લાવવા માટે કોંગ્રેસ

અને ભાજપ વચ્ચે જાણે કે રસાખેંચની સ્પર્ધા થઇ રહી હોય એવો રાજકીય તાલ જોવા મળી રહ્યો છે. નરેશ પટેલે આપેલા મક્કમ સંકેત બાદ હવે એ સ્પષ્ટ બન્યું છે કે, નરેશ પટેલ ચોક્કસપણે આગામી દિવસોમાં રાજકારણમાં પ્રવેશ કરશે.

પરંતુ પક્ષની પસંદગીનો આધાર એમની સમાજ માટેની કેટલી માંગણીઓનો કયો પક્ષ વધુ સ્વીકાર કરે છે. તેના પર રહેશે. ટૂંકમાં જોરદાર રાજકીય સોગઠાબાજી અને આટાપાટાનો પ્રારંભ થઇ ગયો છે.

ચોક્કસ સમાજનાં તુષ્ટિકરણની જોરદાર હોડ જામી ગઈ હોય તેવું વર્તમાન ઘટનાઓ પરથી લાગી ગયું છે. કોંગ્રેસ અને ભાજપ બંને લેઉવા પટેલ સમાજનાં તાકાતવાન નેતાને પોતાના તરફ ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

એટલે આ નેતા પણ સોદાબાજીમાં કોઈ કસર છોડવા માંગતા નહીં હોય એ હકીકત સ્પષ્ટ બની છે. ટૂંકમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ ગુજરાતનું રાજકારણ એકાએક ગતિમાન બની ગયું છે. આવનારા દિવસોમાં મહત્વનાં રાજકીય કડાકા-ભડાકા થઇ શકે છે.

Read About Weather here

નરેશ પટેલે એવો પણ સંકેત આપ્યો હતો કે કોર કમિટીની બેઠકમાં રાજકારણ અંગે સમાજમાં કોઈ ચર્ચા થઇ ન હતી જો કે હું ચૂંટણી લડુ કે ન લડુ સમાજ કહે તો અને જે આદેશ કરે તે મુજબ રાજકારણમાં જઈશ. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here