એસ્ટેટ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરીયા સહિતના આગેવાનોએ નિયમોને નેવે મુક્યા
કોરોના આવતા સરકારે માસ્ક ફરજીયાત પહેરવાના નિયમો બહાર પાડ્યા હતા. આ નિયમોમાં એવો ક્યાયં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ નિયમો ભાજપના નેતાઓ કે હોદેદારોને લાગુ પડશે નહીં!
Visit Saurashtra Kranti Homepage here
પણ જાણે આ નિયમોમાંથી ભાજપના આગેવાનોને બાકાત રાખ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે! ગમે તે જાહેર નાનો કે મોટો કાર્યક્રમ હોય પણ માસ્ક તો પહેરવુ જ નથીનો સંકલ્પ જાણે લઇ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં.5માં માર્કટીંગ યાર્ડ પાસે શિવનગર મેઇન રોડ ખાતે વરસાદી પાણી ભરાતું હોવાના નીકાલ માટે પાઇપલાઇન નાખવા માટેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
જેમાં વોર્ડના કોર્પોરેટર તેમજ એસ્ટેટ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયા, હાર્દિક ગોહિલ સહિતના કોર્પોરેટરો તેમજ સંગઠનના આગેવાનો, સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
પણ માસ્ક પહેરવાની આ બધા લોકોએ બાધા લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો કે જો આમ જનતા માસ્ક ન પહેરે તો દંડ કરવામાં આવે છે
Read About Weather here
અને આ ભાજપના નેતાઓને કોઇ જાણે કહેવા વાળુ છે જ નહીં તેવું વર્તન કરવામાં આવે છે. જો આવા સમજુ અને લોકોના સેવક ગણાતા કોર્પોરેટર જ નિયમોનો ઉલાળીયો કરશે તો બીજા લોકો પાસેથી શું આશા રાખી શકાય તે સમજવા જેવી વાત છે.(4.4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here