સતના તેજની જાગતી જ્યોત કામઇ માતાજીના આંગણે સમરસ સમર્પણ વંદના યોજાશે

સતના તેજની જાગતી જ્યોત કામઇ માતાજીના આંગણે સમરસ સમર્પણ વંદના યોજાશે
સતના તેજની જાગતી જ્યોત કામઇ માતાજીના આંગણે સમરસ સમર્પણ વંદના યોજાશે

ખંભાળીયાના પ્રસિધ્ધ કામઇધામ આગામી 1 જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ
યજ્ઞ, માતાજીની છડીયાત્રા, મહાઆરતી, સમરસ સમર્પણ વંદના, મહાપ્રસાદ અને રાત્રે આઇ વંદના લોકડાયરો સહિતના કાર્યક્રમોની વણઝાર
કિર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા અને જીગ્નેશ બારોટ સહિતના કલાકારો કલા પીરસશે
આ સંદર્ભમાં સમગ્ર ગુજરાત તથા ભારતના વિવિધ સ્થળોએથી ગઢવી સમાજના અગ્રણીઓ તથા દલિત સમાજના આગેવાનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને કાર્યક્રમનું નિમંત્રણ આપવા એક સાથે ગાંધીનગરમાં કમલમાં ભેગા થતા ભાજપ પ્રમુખ અભિભૂત થઈ ગયા હતાં. કાર્યક્રમના આયોજન સંદર્ભે જાણકારી ભાજપના દ્વારકા જિલ્લા મહામંત્રી મયૂરભાઈ ગઢવીએ આપી હતી તથા અગ્રણીઓ ભાજપ દ્વારકા જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ , મેરામણભાઈ ભાટુ , જાણીતા મા શંભુપ્રસાદજી , ગૌરાંગભા , જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, કવી દાદના સુપુત્ર જીતુદાન ગઢવી તેમજ જાણીતા કલાકાર દેવરાજ ગઢવી તથા અનુસૂચિત જાતિના રાજય પ્રમુખ વિગેરેએ પ્રવચનો કર્યા હતાં.

દેવભુમી દ્વારકા જીલ્લાના જામ ખંભાળીયાના પ્રસિધ્ધ કામઇધામ પીપળીયા ગામમાં આગામી 1 જાન્યુઆરીએ સામાજીક સમસરતાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. 5ૂ.કામઇ માતા પ્રત્યે અઢારે વરણની આસ્થા સદીઓથી જોડાયેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પરંપરાના જતનમાં પ્રાણોની આહુતી આપનાર અનેક માંના એક એવા દલિત પરિવારના મોભી સુરાપુરાશ્રી નાગાજણ વારસાખિયાના પૂજ્ય આઇમાં પ્રત્યેના સમર્પણ અને બલીદાનને બિરદાવવાનો અવસર સદીઓ પછી આવ્યો છે. તેથી કામઇધામ ખાતે સમરસ સમર્પણ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

પાવનકારી અવસરોની વાત કરીએ તો આગામી તા.1ને શનીવારના રોજ સવારે 9 કલાકે યજ્ઞ કરાશે અને સાથે મહેશ્ર્વરી મેઘવાર સમાજના સુરાપુરા નાગાજણ વારસાખીયા સ્થાનક નવનિર્માણ પ્રતિષ્ઠા અને કામઇ માતાજીના ભુવા સ્વ.માંડણભાઇ નાથાભાઇ (ભાન) ગઢવીની મુર્તિ સ્થાપન યજ્ઞ યોજાશે.

બપોરે 3 કલાકે માતાજીની છડીયાત્રા યોજાશે. જેમાં આમંત્રિત મહાનુભાવો છડીયાત્રાના યાત્રિકો બનશે તેમજ માર્ગમાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત પડાવો તેમજ છડીયાત્રાનું અભિવાદન કરશે. સાંજે 6 કલાકે આમંત્રિત મહેમાનો મહાનુભાવો, ભાવીકો તથા કાશીથી પધારેલા ભુદેવો દ્વારા 11111 દિપ મહાઆરતી યોજાશે.

જેમાં કિર્તીદાન ગઢવીના સુરે આરતી ગાયન કરવામાં આવશે તેમજ આંબાવાડી કલાકૃદ બહેનો દ્રારા આરતી જ્યોત ધારણ કરીને નૃત્ય વંદના કરશે.કાર્યક્રમમાં વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે એક નાનકડા ગામમાં સામાજિક સમસરતાનો આવો ભવ્ય કાર્યક્રમ યોજવામાં વિશ્ર્વ વિક્રમ થશે.

250 થી 300 બ્રાહ્મણો સાથે કલાકારો દ્વારા 11 હજાર દીવડાની ભવ્ય આરતીનું નિર્માણ થશે. માતાજીના ચરણોમાં ત્રાગુ કરી જીવ આપનાર વારસાંખિયા પરિવારના વ્યક્તિની રક્તતુલા સાથે સન્માન તથા 21 ખૂલ્લી ગાડીમાં માતાજીની છડી યાત્રા સાથે 18 જ્ઞાતિના ટેબ્લોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયું છે,

સાંજે 6.30 કલાકે સમરસ સમર્પણ વંદના યોજાશે જેમાં કામઇધામમાં વિવિધ રીતે યોગદાન આપનારનું સન્માન કરાશે તેમજ આઇ પુજક શ્રી નાગાજણ વારખિયાનું સ્મરણ સન્માન પણ કરાશે.

સાંજે 7.45 કલાકે ભોજન મહાપ્રસાદ યોજાશે તેમજ રાત્રે 9 કલાકે આઇ વંદના લોકડાયરો યોજાશે જેમાં કિર્તીદાન ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, જીગ્નેશ બારોટ સહિતના કલાકારો સાહિત્ય, લોકગીત અને હાસ્યરસની રમઝટ બોલાવશે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ હાજરી આપશે. આ પાવન પ્રસંગે ધાર્મીક, સામાજીક અને રાજકીય ક્ષેત્રના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રામભાઇ નાથાભાઇ ગઢવી પરીવાર-જામખંભાળીયા,

Read About Weather here

શ્રી કામઇ ધામ સેવા સમિતિ અને શ્રી કામઇ માતાજી સંસ્થાપન ટ્રસ્ટ, શ્રી સમસ્ત ચારણ/ગઢવી સમાજ (દેવભુમી દ્રારકા અને જામનગર જિલ્લો) તેમજ ભારતીય જનતા પાર્ટી પરીવાર દેવભુમી દ્વારકા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here