સતત સાતમાં દિવસે ભાવિકો રામભકિતમાં લીન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃ સંસ્થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.29 મે સુધી શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કૂલ મેદાન રાજકોટ ખાતે ભવ્ય દિવ્ય અલૌકીક શ્રી રામકથાનું ભવ્ય આયોજન સાંજે 4:30 થી 8:30 વાગ્યા દરમ્યાન અલૌકીક-દિવ્ય-ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લઇને હજ્જારો ભાવિકો ભાવવિભોર થઈને શ્રી રામભકિતમાં તરબોળ થઈ જાય છે.આ શ્રી રામકથાના મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ પૂજય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયા પોતાની અમૃતવાણી થકી હજજારો ભાવિકોને દરરોજ શ્રી રામકથાનું ભવ્ય રસપાન કરાવી રહ્યા છે. આ શ્રી રામકથાનો આજે આઠમો દિવસ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે શ્રી રામકથાના સાતમા દિવસે શ્રી રામનગરી ખાતે શ્રી રામભકિતમાં હજજારો ભાવિકો લીન થતા જોવા મળ્યા.ગઇકાલના રોજ શ્રી રામકથા શ્રવણ કરવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજયભાઇ રૂપાણી, ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતના તમામ ડિરેકટર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પૂજય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયાના આર્શિવાદ મેળવ્યા હતા. તેમની સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ, જીતુભાઇ ચંદારાણા તથા સમ્રગ ટ્રસ્ટી મંડળ, સિધ્ધાર્થ છબીલભાઇ પોબારૂ વગેરે જોડાયા હતા.શ્રી રામકથાના મુખ્ય વકતા ભૂપેન્દ્રભાઈ પંડયાની અમૃતવાણીના દરેક શબ્દ અને વાકય ભાવિકોને વધુને વધુ શ્રી રામભકિતમાં તલ્લીન કરી રહ્યા છે.

Read About Weather here

આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે જાણે રાજકોટ શહેર આખું શ્રી રામમય બની ગયું હોય.કથાના વિરામ બાદ દરરોજની માફક હજજારો લોકોએ શિસ્તબધ્ધ રીતે પ્રસાદ લીધો હતો. સાથે-સાથે સ્વયંસેવકો દ્વારા સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પ્રસાદ બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અશોક ભાયાણીના મધુર કંઠે ‘શ્રી રામધૂન’નો લ્હાવો લીધો હતો.રાજકોટ વણિક સમાજમાંથી અને ખાસ ઢોલરા વૃધ્ધાશ્રમમાંથી મુકેશભાઇ દોશી, અનુપભાઇ દોશી, ધર્મેશભાઇ જીવાણી, કિરીટભાઇ આદ્રોજા સહિતની સમગ્ર ટીમે પણ શ્રી રામકથાનું રસપાન કરીને ગુરૂજી ભૂપેન્દ્રભાઇ પંડ્યાના આર્શિવાદ મેળવ્યા હતા. શ્રી રામકથાનો લાભ લેવા દેશ-વિદેશી અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ઐતિહાસિક કથાનું રસપાન કરવા સેંકડો રામભકત શ્રી રામનગરી ખાતે આવ્યા હતા. શ્રી રામકથામાં દાતાઓ દ્વારા પણ સતત દાનનો ધોધ વરસી રહ્યો છે અને રોજ દાનના નવા-નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે. રામકથામાં થતું દાન ભવિષ્યમાં જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં અને જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે. તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here