સતત ત્રીજા દિવસે ઇંધણ-ખાદ્યતેલમાં ભાવવધારો

ખાદ્યતેલ ભડકે બળ્યુ…!
ખાદ્યતેલ ભડકે બળ્યુ…!

ગૃહિણીઓમાં જબરો રોષ અને દેકારો, સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.25 નો ફરી વધારો; સપ્તાહમાં ત્રીજીવાર પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલનાં 83 પૈસાનો વધારો
ચારેતરફથી મોંઘવારીનો મારો

કોરોના મહામારીનાં પગલે સર્જાયેલી આર્થિક કટોકટીનાં હવામાનમાંથી હજુ જનતા પુરેપુરી બહાર આવી નથી ત્યાં ચારેતરફથી મોંઘવારીનું રીતસર આક્રમણ શરૂ થઇ ગયું હોય તેમ લાગે છે. આજે સપ્તાહમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. બીજીતરફ ખાદ્યતેલોમાં પણ ફરી એકવાર ડબ્બા દીઠ રૂ.25 નો વધારો લાગુ કરી દેવાતા ગૃહિણીઓમાં જબરો રોષ અને આક્રોશ ફેલાયો છે. ગુજરાત અને દેશના લાખો પરિવારો રોજેરોજ જીવન જરૂરી ચીજોમાં તથા ઇંધણમાં લાગુ કરાઈ રહેલા ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. હવે હાઉ કરો એવા પોકારો સમાજનાં દરેક વર્ગોમાંથી સંભળાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પેટ્રોલ અને ડીઝલમાં તો રોજેરોજ ભાવ વધારવાની રસમ શરૂ થઇ ગઈ છે અને રોજ નવો વધારો લાગુ કરી દેવામાં આવે છે. સપ્તાહમાં આ ત્રીજીવાર ભાવ વધ્યા છે જેના કારણે અનેક શહેરોમાં ઇંધણની ભાવસપાટી સદીનો આંકડો પાર કરી ચુકી છે. જેવા ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યાં તુરંત જ ઇંધણની ભાવસપાટીમાં ભડકો થવા લાગ્યો છે જે અવિરત ચાલુ રહ્યો છે. આજે પેટ્રોલમાં પ્રતિલીટર 80 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 83 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

મોટાભાગનાં શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને પ્રતિલીટર રૂ.97.28 અને ડીઝલનો ભાવ 91.39 રૂપિયા થઇ ચુક્યો છે. ઇંધણનાં ભાવવધારાની સીધી અસર આવશ્યક ચીજ- વસ્તુઓની ભાવસપાટી ઉપર પણ થાય છે. દેશમાં દૂધ, શાકભાજી, અનાજ, ફળફળાદી આદિની હેરફેર મોટાભાગે ટ્રક વાહનો મારફત થતી હોય છે. એટલે રાજ્યમાં આંતરિક માલ- સમાનની હેરફેર તથા આંતરરાજ્ય હેરફેર વધુને વધુ મોંઘી બનતી જશે. જેના કારણે દરેક ચીજોનાં રીટેઈલનાં ભાવમાં પણ આગ લાગશે. લોકોમાં મોંઘવારી સામે જબરો દેકારો થઇ રહ્યો છે અને આ મોંઘવારીની ઘમ્મર વલોણું ક્યાં જઈને અટકશે એવા સવાલો લોકો પૂછી રહ્યા છે.

Read About Weather here

ઇંધણનાં ભાવ વધવાની સાથે આજે ફરીથી ખાદ્યતેલોનાં ભાવો પણ ભડકે બળવા લાગ્યા છે. આજે સિંગતેલનાં ભાવમાં ડબ્બા દીઠ રૂ.25 નો વધારો લાગુ કરી દેવાયો છે. એ જ રીતે કપાસિયા તેલનાં ભાવમાં પણ ડબ્બા દીઠ રૂ.25 નો વધારો જાહેર કરાતા અસંખ્ય પરિવારોનાં બજેટ વેરવિખેર થઇ ગયા છે અને ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. સિંગતેલનો ડબ્બાનો ભાવવધીને રૂ.2550 થી 2600 થઇ ગયો છે. જયારે કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ વધીને રૂ.2550 ની સપાટી પર પહોંચી ગયો છે. રોજેરોજનું કપાવીને ખાતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનાં પરિવારો માટે તો શું ખાવું, કેવી રીતે ખાવું એવા સવાલો ઉભા થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here