સણોસરાની મોડેલ ડે સ્કૂલમાં તાલીમ શિબિર

સણોસરાની મોડેલ ડે સ્કૂલમાં તાલીમ શિબિર
સણોસરાની મોડેલ ડે સ્કૂલમાં તાલીમ શિબિર


અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓને વ્યકિતત્વ વિકાસ અને યોગાસનનું પ્રશિક્ષણ અપાયું

મોડેલ ડે સ્કૂલ સણોસરામાં તાલુકા-કક્ષાના અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન ચાર દિવસ રાખવામાં આવ્યું હતું.જેમાં અલગ-અલગ શાળાઓમાંથી યુવક- યુવતીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.

આ તાલીમ શિબિરની શરૂઆત પ્રાર્થના, રાષ્ટ્રગાન અને પ્રાણાયામથી શરૂ કરવામાં આવી હતી.

આ શિબિરનું ઉદઘાટન નયનાબેન રાણા (ચિરોડા પ્રાથમિક શાળાના આચાર્ય) અને ડો.મનોજભાઈ ચૌહાણ મોડેલ ડે સ્કૂલ, સણોસરાના આચાર્ય અને ચેતનભાઈ ચૌહાણ કરાટે શિક્ષક અને મોડેલ ડે સ્કૂલ, સણોસરાના સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે નયનાબેન રાણાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન વિષય અનુસંધાને વક્તવ્ય આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જીવનમાં યોગનું ઘણું મહત્ત્વ છે, જે સમજીને નિયમિત યોગ કરવા જોઈએ. યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે, ત્યારબાદ તેમણે તમામ યુવક-યુવતીઓએ યોગાસન, પ્રાણાયામ અને વિવિધ આસનો કરાવ્યા હતા. બીજા દિવસે વક્તા તરીકે ચેતનભાઈ ચૌહાણ (કરાટે શિક્ષક) એ વિદ્યાર્થીઓને યોગ વિષય અનુસંધાને વક્તવ્ય આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વક્તા ડોળીયા સંસ્થાના નિયામક વાલજીભાઇ સરવૈયા આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ અને યોગાસનના ભાગરૂપે પોતાનું વ્યક્તિત્વ આપતા કહ્યું હતું કે યોગાસનથી શરીર સ્વસ્થ રહે છે. અને જીવનમાં તંદુરસ્ત રહેવું એ તો નિયમિત યોગા પ્રાણાયામ કરવા જોઈએ. યોગ કરવાથી વિદ્યાર્થીઓના જીવનમાં યાદશક્તિ વધે, મન સ્થિર થાય અને જીવનમાં આત્મવિશ્ર્વાસ વધે છે. અને ધૈર્ય જીવનમાં આવે છે.

આ કાર્યક્રમના ચોથા દિવસે આ શિબિરમાં માર્ગદર્શન અને સેમિનારમાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પૂર્ણાહુતિના ભાગરૂપે વક્તવ્ય યાદવ નરેન્દ્રભાઈએ આપ્યું હતું અને યોગના પિતા પતંજલિ મહારાજને યાદ કરી યોગાસનનું મહત્વ સમજાવ્યું હતું.

Read About Weather here

આ કાર્યક્રમનું સમાપન શાળાના શિક્ષક બાવળીયા હિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડો.મનોજભાઈ જી ચૌહાણે આ કાર્યક્રમમાં આવેલ તમામ યુવક-યુવતીઓ, કાર્યક્રમ સફળ બનાવવા હાજર રહેલા શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here