સગીરાના માતા-પિતાએ અવાવરૂ સ્થળે ડિલેવરી કરાવી બાળકીને તરછોડી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

નાના ખીજડીયા ગામે નવજાત બાળકી મામલે ચોંકાવનારી હકીકત સામે આવી

કુંવારી સગીરાએ બાળકીને જન્મ આપ્યો: સમાજમાં મુશ્કેલી ન થાય માટે બાળકીને ત્યજી દીધી: પોલીસે કુંવારી માતા અને તેના માતા-પિતાની કરી ધરપકડ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે નવજાત બાળકી અવાવરું જગ્યા પરથી મળવા મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં બાળકી જન્મ આપનાર તેની માતા સગીરવયની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે બાળકીને જન્મ આપનાર તેની સગીરવયની માતા તેમજ તેના માતા-પિતાની ધરપકડ કરી સગીરાને ગર્ભ રાખનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાના જણાવ્યા મુજબ, પડધરીના નાના ખીજડિયા ગામ ખાતેથી મળી આવેલ નવજાત બાળકી અંગે ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલીક હકીકત સામે આવી છે અને તેના આધારે બાળકીને જન્મ આપનાર તેની સગીરવયની માતા અને તેના માતા-પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

પોલીસ તપાસમાં ખેત મજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું અને સગીરાએ બાળકીને જન્મ આપતા આવતા દિવસોમાં લગ્ન કરાવવામાં સમાજમાં મુશ્કેલી ન થાય માટે માતા-પિતાએ સાથે મળી બાળકીને ત્યજી દેવા નિર્ણય કર્યો હોવાની કબૂલાત બાળકી માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here