સંસદનાં સત્રનાં કાયમી ગુટલીબાજ સાંસદોમાં સની દેઓલ અને સુખબીર બાદલ

સંસદનાં સત્રનાં કાયમી ગુટલીબાજ સાંસદોમાં સની દેઓલ અને સુખબીર બાદલ
સંસદનાં સત્રનાં કાયમી ગુટલીબાજ સાંસદોમાં સની દેઓલ અને સુખબીર બાદલ

અનેક પ્રકારે ચર્ચામાં રહેલા શિયાળુ સત્રમાં સાંસદોની ગેરહાજરી મોટો વિષય: વડાપ્રધાનની તાકીદ છતાં સભ્યોએ સતત ગાપચી મારવાનું છોડ્યું નહીં

ગઈકાલે પુરા થયેલા સંસદનાં શિયાળુ સત્રને અનેક ખામી અને ગુણ સાથે યાદ રાખવામાં આવશે. શિયાળુ સત્રમાં સૌથી મોટી સમસ્યા કોઈ જોવા મળી હોય તો એ સાંસદોની ગેરહાજરી અંગેની રહી છે. તે બાબતે તમામ પક્ષોનાં કોઈને કોઈ સાંસદો દોષિત જણાય છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ અમૂક તો એટલા ગુટલીબાજ નિકળ્યા છે કે, શિયાળુ સત્રની એકપણ બેઠકમાં હાજરી આપી નથી. શિયાળુ સત્રમાં એકપણ દિવસ હાજર નહીં રહેલા સાંસદોમાં ભાજપનાં સાંસદ અને અભિનેતા સની દેઓલ તથા શિરોમણી અકાલી દળનાં પ્રમુખ સુખબીરસિંઘ બાદલ ટોચ પર રહ્યા છે.

લોકસભાનાં આવા 11 સભ્યોએ આખા શિયાળુ સત્રમાં હાજર રહેવાને બદલે ગાપચી મારી હતી. લોકસભાની કુલ 18 બેઠકો યોજાઈ હતી.બાદલ ફિરોઝપુરનાં સાંસદ છે અને સની દેઓલ બુરદાસપુરમાંથી ચૂંટાયેલા છે.

એ લોકોએ સત્રમાં ગેરહાજર રહેવા માટે પહેલેથી રજા માંગી લીધી હતી અને એમની રજા મંજુર કરવામાં આવી હતી. અન્ય ગુટલીબાજ સાંસદોમાં ભાજપનાં સંજય ધોત્રે, બસપા નાં અતુલ રાય, સપાનાં આઝમ ખાન

(જેલમાં હોવાથી), ભાજપનાં રમેશ પોખરીયાલ નિશંક અને ભાજપનાં જ વિજય બાઘેલ, ટીએમસી નાં શિશિર અધિકારી, એસકેએમ નાં ઇન્દ્ર સુમબા (લગ્ન હોવાથી) અને ભાજપનાં વી.શ્રીનિવાસ નો સમાવેશ થાય છે.

જયારે 6 સાંસદોએ માત્ર બે સત્રમાં હાજરી આપી હતી. લોકસભા સત્રનાં છેલ્લા દિવસે તો એવી હાલત થઇ હતી કે જે સાંસદોએ પ્રશ્ર્ન મુક્યા હતા એવા તમામ 15 સાંસદો જવાબ સાંભળવા ગૃહમાં હાજર જ ન હતા.

Read About Weather here

સાંસદોની સતત ગેરહાજરી અંગે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલાએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here