સંબંધો તૂટવાથી 38%ની પાચનશક્તિ ઘટી, 54% અનિંદ્રાનો શિકાર બન્યા તો 34%નું વજન વધી ગયું

સંબંધો તૂટવાથી 38%ની પાચનશક્તિ ઘટી, 54% અનિંદ્રાનો શિકાર બન્યા તો 34%નું વજન વધી ગયું
સંબંધો તૂટવાથી 38%ની પાચનશક્તિ ઘટી, 54% અનિંદ્રાનો શિકાર બન્યા તો 34%નું વજન વધી ગયું
દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં સામાજિક સંબંધો વિકસિત કરે છે. જો આ સંબંધોમાં તિરાડ પડે તો તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ પડે છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે 1174 યુવાનો પર સર્વે કર્યો જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જ્યાં બ્રેકઅપ બાદ 37.90% યુવાનોની પાચન ક્રિયામાં ઘટાડો આવ્યો. જયારે 54% યુવાનોને અનિંદ્રાનો રોગ લાગુ પડી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દિલ તૂટવું એટલે ભાવનાત્મક રૂપથી તબાહ કરવાવાળી સ્થિતિ હોય છે. તેઓએ જણાવ્યું કે, દિલ તૂટવું એ બધા માટે અલગ-અલગ સ્થિતિ હોય છે પરંતુ મોટેભાગે ઊંડા દુ:ખ અને અતિ પીડાથી ક્યારેક બહાર નહીં નીકળવા નો ભાવ હોય છે. માનસિક રીતે આ એક એવી સ્થિતિ છે, જેમ કે આપ વાસ્તવમાં પીડા અનુભવો છો, મૂડ સ્વિંગ અને ખિન્નતા ની સ્થિતિ પણ જોવા મળે છે.

બ્રેકઅપ આ પાંચ સ્થિતિમાં મૂકે છે: નેગેટિવિટી, ગુસ્સો, સોદેબાજી, ખિન્નતા, સ્વીકાર કરવાની ભાવના.સામાજિક કોઇપણ સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે. ત્યારે વ્યક્તિના પોતાના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળે છે. જેની શારીરિક અને માનસિક અસર પણ થાય છે. વ્યક્તિના કોઈ સંબંધ તૂટી જાય છે અથવા તો સંબંધમાં સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે સંબંધ તૂટી જાય છે તો પછી વ્યક્તિને ઘણી તકલીફ થાય છે અથવા જ્યારે વારંવાર સંબંધમાં સમસ્યાઓ ઉદભવે છે ત્યારે વ્યક્તિ આ સમસ્યાઓથી કંટાળી જાય છે અને સંબંધ એક ભારરૂપ લાગે છે જેનાથી પણ વ્યક્તિને ઘણી શારીરિક અને માનસિક અસર થાય છે.

અન્ય અસરો: મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા ઘણા કેસ જોવા મળ્યા છે કે, સબંધો તૂટવાથી અથવા સંબંધમાં સમસ્યાથી માનસિક અસર થઇ છે.
લવ મેરેજના 11 વર્ષ પછી કોરોનાના સમયમાં જ્યારે પતિ બહાર જોબ કરવા જાય છે અને પત્ની ઘરે જ હોય છે ત્યારે પત્નીને એવું લાગે છે કે પતિ કોરોનાના કારણે દૂર રહે છે, તેનો પતિ હવે તેને પ્રેમ કરતો નથી. અંતે આ અંતર એટલુ વધી જાય છે બંને વચ્ચે જાતિય સંબંધો પણ ઓછા થઈ જાય છે. થોડા સમય પછી તેની પત્ની સ્ટ્રેસમાં આવી જાય છે. આમ ગેરસમજને લીધે પત્નીને માનસિક સ્ટ્રેસનો ભોગ બનવું પડે છે.

Read About Weather here

લગ્નનાં 8 વર્ષ પછી કોરોના દરમિયાન જ્યારે પતિ ઘરથી દૂર જોબ પર જાય છે અને પત્ની ઘરે હોય છે. ત્યારે પતિના નોકરીના સ્થળે ઘણી સ્ત્રી મિત્રો સાથે સંબંધો બંધાય છે અને જેને પગલે તેની પત્નીથી અમુક અંશે દુરી વધી જાય છે અને આગળ જતા પતિ દ્વારા અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધો પણ બંધાવા લાગે છે. જ્યારે તેની પત્નીને આ વાતનો ખ્યાલ આવે છે ત્યારે તે તેના પતિને છોડી દે છે પરંતુ આગળ પોતે એકલું જ જીવન પસાર કરે છે પણ પત્ની ડિપ્રેશનનો ભોગ બને છે.એક સ્ત્રીને પોતાના બાળકના જન્મ પછી શરીરમાં વધારો અને શરીરમાં ઘણો તફાવત જોવા મળ્યો તેની પ્રસૂતિ ખૂબ તકલીફ પડી હતી. ત્યારે પતિએ મજાકમાં એવું કહ્યું કે, હવે તો તું બહુ જાડી થઈ ગઈ છો મારે કોઈ બીજી ગોતવી પડશે. આ સાંભળી પત્નીને આઘાત લાગ્યો અને તે મનોરોગનો શિકાર બની.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here