સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…!

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…!
સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…!

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…! સુતા’ હતા જે સોડ તાણી,
એવા પાળિયાઓને પાયા પાણી…!!

મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતી છે તો ઝવેરચંદ મેઘાણી વિષે ઊંડાણ પૂર્વક જાણીએ

  • ઝવેરચંદ મેઘાણીનો જન્મ

તેમનો જન્મ 28 ઓગસ્ટ, 1896 માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…! કરી
  • ઝવેરચંદ મેઘાણીનું ભણતર

ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં 1910 થી 1912 સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને 1912 મૅટ્રીક થયા હતા ઇ.સ. 1916માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

  • ઝવેરચંદ મેઘાણીનું નોકરીજીવન

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…! કરી
  • ઝવેરચંદ મેઘાણીમાં સફળતાની શરૂઆત

નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 1922 થી 1935 સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર‘ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…! કરી

આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. 1933માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી.

ઇ.સ. 1936 થી 1945 સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન 1942માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. 1946માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

Read About Weather here

  • ઝવેરચંદ મેઘાણીને પ્રથમ પુરસ્કાર

કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. 1926માં માંડ્યા. ઇ.સ. 1928માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.

સંત શુરા-સતીયુને આપી વાણી, વ્હેતી કરી સોરઠની સરવાણી…! કરી
  • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમનાં માનમાં અપાયું છે. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દર વર્ષે 2012થી આપવામાં આવે છે ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹ 1,૦૦,૦૦૦ ની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે

  • ઝવેરચંદ મેઘાણીનું મૃત્યુ

ઝવેરચંદ મેઘાણીનું મૃત્યુ 9 માર્ચ 1947નાં દિવસે થયું હતું. 50 વર્ષની ઉંમરે હ્રદય રોગના કારણે  હુમલો આવતા તેમના નિવાસસ્થાન બોટાદ તેમનું મૃત્યુ થયુ.

  • ઝવેરચંદ મેઘાણીનું સન્માન

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here