સંતશ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવ-શોભાયાત્રાનું આયોજન

સંતશ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવ-શોભાયાત્રાનું આયોજન
સંતશ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવ-શોભાયાત્રાનું આયોજન
શ્રી ચુંવાળીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ-રાજકોટ દ્વારા આયોજીત સંતશ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન આગામી તા.1-7 ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેનો રૂટ કિશાનપરા ચોકથી પ્રસ્થાન થઈ પેડક રોડ અટલબિહારી બાજપાઈ હોલ પૂર્ણ થશે.આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સમિતી તથા આગેવાનો દ્રારા તડામાર તૈયારી છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમા સભાઓનું આયોજન કરેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ફલોટ્સ, 150 ઉપરાંત શણગારેલી કાર, ટ્રક, ટ્રેકટર, 51 બુલેટ તેમજ 350 ઉપરાંત બાઈક સાથે ડિજેના સથવારે સમાજના નામાંકિત ગાયક કલાકારો દ્વારા ફલોટ્સમાં ભજનો, મહિલા મંડળો દ્વારા ધુન-ભજન, સંતશ્રી વેલનાથ મંડળોની રાસમંડળી, વિવિધ પ્રકારની વેશભૂષાથી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ શોભાયાત્રામાં દરેક સમાજના આગેવાના દ્વારા રાજકોટના રાજમાર્ગો પર ડોમ બનાવીને આ ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરશે.

આ શોભાયાત્રામાં સમાજના સંતશ્રી રામદાસબાપુ, સંતશ્રી સાયનાથ બાપુ, ભગતશ્રી મનુભાઈ ઘણોજા, ભગતશ્રી વાધજીભાઈ સિતાપરા, સંતશ્રી નિર્મળદાસજી સ્વામી પધારશે સાથે સાથે મહાનુભાવો ડો. મહેન્દ્ર મુજપરા (કેન્દ્રીયમંત્રી), ધર્મેશભાઈ જીંજવાડીયા (ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ-ગુજરાત) જગદિશભાઈ ઠાકોર (ગુજરાત કોંગ્રેસ-પ્રમુખ), પરસોતમભાઈ સાબરીયા (ધારાસભ્ય હળવદ), બાબુભાઈ ઉઘરેજા (કોર્પોરેટર) નયનાબેન બી. બાળોન્ઝા (દંડક જીલ્લા પંચાયત રાજકોટ) કંકુબેન ઉઘરેજા (કોર્પોરેટર) દિનેશભાઈ મકવાણા, વિરજીભાઈ સનુરા, દેવજીભાઈ ફતેપરા, કુંવરજીભાઈ બાળવીયા (પૂર્વ કેબિનેટ મંત્રી) અલ્પેશભાઈ ઠાકોર રમેશજી ઠાકોર, ભરતભાઈ એસ.ડાભી, (રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય), રાજકોટ જીલ્લા સમાજના સરપંચઓ, જય વેલનાથ મહિલા મંડળો, સમસ્ત કોળી ઠાકોર સમાજની સ્નેહી સંસ્થાઓ, સંતશ્રી વેલનાથ યુવક મંડળો વગેરે અનેકવિધ મહાનુભાવો શોભાયાત્રામા જોડાશે.

Read About Weather here

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનઓ, બોર્ડીંગના આજીવન સભ્યઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિના હોદેદારો, સંતશ્રી વેલનાથ જન્મ જયંતિ ઉત્સવના હોદેદારો, સંતશ્રી વેલનાથ યુવક મંડળો, મહિલા મંડળો તેમજ સંતશ્રી વેલનાથ જન્મજયંતિ સમિતિના પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દિપકભાઈ માનસુરીયા, ખજાનચી પ્રતાપભાઈ રિબડીયા, ઈન્ચાર્જ દેવાંગભાઈ કુકાવા દ્વારા સર્વે જ્ઞાતીજનો તથા ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં પધારવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here