સંક્રમણનું સપ્તાહ: ગુજરાતમાં અઠવાડિયામાં કોરોના કેસ પાંચ ગણાં

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

1લી જાન્યુઆરીએ 1069 કેસ હતા એ વધીને 7મીએ 5396 સુધી પહોંચ્યા
રિકવરી રેટ 1.69 ટકા ઘટયો, સાત દિવસમાં 4327 કેસ સામે 2786 દર્દીઓ જ સાજા થયા: સપ્તાહમાં 9 મોત
એકિટવ કેસ 3927 હતા એ 10583 સુધી પહોંચ્યા,
વધુ 8 દર્દીઓ વેન્ટિલેટર ઉપર

ગુજરાતમાં ભયાવહ કોરોના મહામારીની ત્રીજી લહેર ચરમસીમા તરફ આગળ વધતા લાગી છે. ચાલુ જાન્યુઆરી મહિનાનાં પ્રથમ સપ્તાહમાં કોરોના કેસ જબરા ઉછાળા સાથે પાંચ ગણાં વધી ગયા છે. એટલ કે 1લી જાન્યુઆરીએ ગુજરાતમાં 1069 કોરોના કેસ નોંધાયા હતા. એ વધીને ગઈકાલે તા.7મી જાન્યુઆરીએ 5396 સુધી પહોંચી ગયા હતા. આ સાથે રાજયમાં એકિટવ કેસ પણ 3927 હતા અને સાત દિવસમાં વધીને 18583 સુધી પહોંચ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયમાં કોરોના સંક્રમણ બેકાબુ બની ગયું છે પણ સારી વાત એ છે કે હજુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી. મોટાભાગના દર્દીઓને શરદી, ઉધરસ, તાવ, શરીરમાં દુ:ખાવો જેવા સામાન્ય લક્ષણો જ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડયા નથી અને હોમ આઈસોલેટ જ રહીને સ્વસ્થ થઈ રહ્યા છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં રાજયમાં દર્દીઓનો રિકવરી રેટ 98.32 ટકા હતો એ 1.69 ટકા ઘટીને 96.62 ટકાએ પહોંચ્યો છે.

એટલે કે, સાત દિવસમાં નવા 4327 કોરોના કેસ આવવા સામે 2786 દર્દીઓ જ સાજા થયા છે. અન્યની સારવાર ચાલુ છે. જેમાં વધુ આઈ સાથે હાલ 19 દર્દીઓ વેન્ટિલેટર ઉપર જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે. જયારે અઠવાડિયામાં નવ દર્દીઓના મોત થવા સાથે રાજયમાં અત્યાર સુધીનો કોરોના મૃતાંક 10128 સુધી પહોંચ્યો છે.

થોડી રાહતની બાબતએ પણ છે કે, રાજયમાં ઓમિક્રોન તરખાટ મચાવશે એવો ભય હતો. પણ તેના કેસ કાબુમાં આવી ગયા હોય એવું છેલ્લા સપ્તાહમાં જણાવાયું છે. ગત તા.1લીએ 136 કેસ હતા. એમાં સપ્તાહમાં 69 કેસના વધારા સાથે કુલ 204 થયા છે. જેની સામે 95 દર્દીઓને રજા અપાઈ છે. એટલે કે, અત્યાર સુધીમાં રાજયમાં ઓમિક્રોન વેરિએન્ટના 204 કેસ સામે 160 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે.

આ સાથે હજુ એકપણ મોત પણ નહીં થયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. રાજયમાં કોરોનાની ત્રીજી લહેર આવવા સાથે સરકારે સતર્કતાના પગલા સાથે રસીકરણને પણ વેગવંતુ બનાવ્યું છે. ચાલુ સપ્તાહે જ 15 થી 18 વયનું તરૂણાવસ્થાનું કોવિડ રસીકરણ પણ ચાલુ થયું છે.

Read About Weather here

પરિણામે ચાલુ અઠવાડિયામાં રાજયમાં રસીકરણ પણ ત્રણ ગણું વધ્યું છે. એટલે કે, ગત તા.1લી જાન્યુઆરીના રોજ 1,52,072 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જે ગઈકાલે તા.7મીએ આંકડો વધીને 3,81,945 સુધી પહોંચ્યો હતો. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 9.27 કરોડથી વધુ ડોઝનું રસીકરણ થયું છે. જે કામગીરી સરાહનીય ગણી શકાય એવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here