શ્રીલંકામાં આર્થિક સંકટ…!

શ્રીલંકામાં આર્થિક સંકટ…!
શ્રીલંકામાં આર્થિક સંકટ…!
શ્રીલંકાના વીજળીમંત્રી પવિત્રા વનિયારાચીએ ગુરુવારે કહ્યું હતું કે સ્ટેટ પાવર મોનોપોલીએ પણ 13 કલાકના વીજળીકાપને લાગુ કર્યો છે. શ્રીલંકામાં વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઈટને પણ બંધ રખાઈ રહી છે.એ પાછળનું કારણ એવું છે કે તેમની પાસે જનરેટર માટે ડીઝલ પણ નથી. મંત્રીએ કહ્યું હતું કે અમે અધિકારીઓને વીજળી બચાવવામાં મદદ કરવા માટે સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઈટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે દસ વર્ષ પછી દેશમાં આ પ્રકારનું આર્થિક સંકટ પેદા થયું છે, જેને પગલે અહીં મુખ્ય માર્કેટોમાં વીજળીકાપનો નિરાશાજનક નિર્ણય લેવામાં આવ્યો છે.
મોંઘવારી અને આર્થિક તંગીથી હેરાન લોકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો છે.
સ્થિતિને નિયંત્રણની બહાર જતા જોઈને પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ, વધી રહેલી આર્થિક સમસ્યાને લઈને લોકો રોડ પર ઊતરીને દેખાવો કરી રહ્યા છે. ગુરુવારે મોડીરાતે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેના નિવાસની બહાર દેખાવો કર્યા હતા. લોકો પોસ્ટર લહેરાવતાં નારેબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.દેખાવ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝંપાઝપી પણ થઈ હતી. સ્થિતિ એટલી બગડી ગઈ કે સ્પેશિયલ ટાસ્કફોર્સને બોલાવવી પડી. ઝંપાઝપી એ સમયે શરૂ થઈ જ્યારે પોલીસે દેખાવકારોને ભગાડવાની કોશિશ કરી. એને પગલે પોલીસ પર પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.

પછીથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.દેશમાં ફ્યુઅલ અને ગેસની અછત છે. જોકે પેટ્રોલ-ડીઝલ માટે લોકોએ ઘણા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એજ્યુકેશનલ બોર્ડની પાસે કાગળ અને સહી સમાપ્ત થઈ ગયાં છે. એ પછી પરીક્ષા અનિશ્ચિત સમય સુધી ટાળવામાં આવી છે. શ્રીલંકામાં ગુરુવારની સાંજે ડીઝલ જ નહોતું, જેને પગલે ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું હતું.એને પગલે દેશના 2.2 કરોડ લોકોને ઘણા લાંબા સમય સુધી વીજળીકાપનો પણ સામનો કરવો પડ્યો. અહીં લોકોને બે ટાઈમના ભોજન માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Read About Weather here

શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ટૂરિઝમ સેક્ટરનો મોટો રોલ છે. જોકે કોરોનાના મારને પગલે આ સેકટરનું યોગદાન મોટા પ્રમાણમાં ઘટ્યું છે. ટૂરિઝમ દેશ માટે ફોરેન કરન્સીનો ત્રીજો મોટો સોર્સ છે. એ નબળું પડવાથી દેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યો છે. લગભગ 5 લાખ શ્રીલંકાના લોકો ટૂરિઝમ પર સીધા નિર્ભર છે, જ્યારે 20 લાખ અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. ટૂરિઝમમાંથી વાર્ષિક લગભગ 5 અબજ ડોલર(લગભગ 37 હજાર કરોડ રૂપિયા) ફોરેન કરન્સી શ્રીલંકાને મળે છે.શ્રીલંકાની GDPમાં ટૂરિઝમનું 10 ટકાથી વધુ યોગદાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here