શ્રીનગર સહિત સમગ્ર ખીણમાં આઝાદી દિવસની ઉજવણી: શ્રીનગરનો ઐતિહાસિક લાલ ચોક દિવડા અને રોશનીથી ઝગમગી ઉઠ્યો

શ્રીનગર સહિત સમગ્ર ખીણમાં આઝાદી દિવસની ઉજવણી: શ્રીનગરનો ઐતિહાસિક લાલ ચોક દિવડા અને રોશનીથી ઝગમગી ઉઠ્યો
શ્રીનગર સહિત સમગ્ર ખીણમાં આઝાદી દિવસની ઉજવણી: શ્રીનગરનો ઐતિહાસિક લાલ ચોક દિવડા અને રોશનીથી ઝગમગી ઉઠ્યો

જમ્મુ અને કાશ્મીરનાં ઈતિહાસમાં પહેલી વખત તમામ શાળાઓની ઈમારત ઉપર આઝાદી દિને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકથી માંડીને સમગ્ર ખીણ વિસ્તારમાં દેશના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર દિવડા અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો અને ચારે તરફ તિરંગો ફરકતો જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સલામતી દળોના હાથે ઠાર થયેલા ખૂંખાર આતંકવાદી બુરહાન વાણીના પિતાએ મુઝફર વાણીએ પુલવામાંની સ્કૂલમાં તિરંગો ફરકાવી સલામી આપી હતી.

તેઓ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષમાં પહેલીવાર આવું થયું છે કે કાશ્મીરમાં આઝાદી દિવસની શાંતિ, સલામતી, ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ન હતી.અગાઉ હંમેશા આતંકનો અડ્ડો રહેતા શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં આવેલો કલોક ટાવર રોશનીથી ચમકી ઉઠ્યો હતો બાળકોએ દિવડા પ્રગટાવ્યા હતા.

Read About Weather here

તમામ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. શ્રીનગરમાં લેફટ ગવર્નર મનોજ સિન્હાએ ઐતિહાસિક હરિપર્વત જીલ્લા પર એક સો ફૂટ ઉંચો તિરંગો લહેરાવ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here