શ્રીનગરમાં બે નાગરિકોનાં એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ શરૂ

શ્રીનગરમાં બે નાગરિકોનાં એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ શરૂ
શ્રીનગરમાં બે નાગરિકોનાં એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ શરૂ

વેપારી અને દાંતનાં ડોક્ટરનાં મૃતદેહો કબરમાંથી કાઢી ફરી પોસ્ટમોટર્મ: સોમવારે હૈદરપુરામાં પોલીસ ગોળીબારમાં બંનેનાં મોત થયા હતા: સમગ્ર ખીણમાં વિરોધ શરૂ થતા તપાસનો આદેશ આપતું તંત્ર

શ્રીનગરનાં હૈદરપુરા વિસ્તારમાં સોમવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા બે નાગરિકોની મોતનાં ન્યાયિક તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે એક વેપારી અને એક ડેન્ટલ ડોક્ટરને ઠાર મારી દેતા સમગ્ર ખીણમાં વિરોધનો વિસ્ફોટ થયો હતો. આથી વહીવટીતંત્ર દ્વારા લોક વિરોધનાં પગલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ અલ્તાફ ભાટ્ટ નામના વેપારી અને ડેન્ટીસટ મુદ્દસ્સર ગુલનાં મૃતદેહો ઝડપથી હંદવારા વિસ્તારમાં દફનાવી દીધા હતા. હજુ બંનેનાં મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા નથી.

કબરમાંથી મૃતદેહો બહાર કાઢીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને નવેસરથી પોસ્ટમોટર્મ શરૂ કરવામાં આવશે.જમ્મુ અને કાશ્મીરનાં લેફ.ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ મેજીસ્ટેટને સોંપવામાં આવી છે. 15 દિવસમાં તપાસનો અહેવાલ રજુ કરવાનો રહેશે.

વહીવટીતંત્ર નિર્દોષ નાગરિકોનાં જીવનની રક્ષા કરવા માટે પ્રતિબધ્ધ છે. કોઈને અન્યાય ન થાય એવા પગલા લેવાશે. પોલીસે સોમવારે કુલ 4 નાં એન્કાઉન્ટર કર્યા હતા. પોલીસે આ બંનેને પણ આતંકવાદી ગણાવ્યા હતા પણ પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો.

મારનારા અલ્તાફ ભાટ એક શોપિંગ સેન્ટરના માલિક હતા. દરમ્યાન કાશ્મીરનાં વહીવટી અધિકારી કુરશીદ અહેમદ શાહે તપાસ શરૂ કરી દીધી છે.

Read About Weather here

કાશ્મીરનાં આઈજી વિજય કુમાર સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંને મૃતકોનાં પરિવારોને મળ્યા હતા અને મૃતદેહો તપાસ બાદ પરિવારોને સોંપવાની ખાતરી આપી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here