શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા

જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત
જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત

પોલીસે વાડી – મકાન, જાહેરમાં જુગાર રમતા ૨૧ જુગારી પાસેથી રોકડ – મોબાઈલો મળી કુલ રૂ. ૭૪૫૭૦ નો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટના જિલ્લાના ભાયાવાદર, પડધરી, ગોંડલ, જેતપુરમાં શ્રાવણીયો જુગાર રમતા ૪ મહિલા સહિત ૨૧ જુગરીને ઝડપી લઇ રોકડ – મોબાઈલ મળી કુલ રૂ. ૭૪૫૭૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાયાવદરના મેરવદર ગામે રોંપોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજેશગીરી દલસુખગીરી અપારનાથી, કિશોર ચના વિઝ્યુડા, ભલા નાથા મકવાણા, રામશી લખમણ મોકરિયા, હિતેન્દ્ર પીઠા વિઝુડા, ગોવિંદ જેઠા ખાણીયાની ધરપકડ કરી ભાયાવદર પોલીસે રૂ. ૧૪૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ગોંડલના ઉમરવાળા ચોકડી પાસે ઝૂંપડામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી ઘોડિપાસાનો જુગાર રમતા અશોક બચુ વાઘેલા, દિલીપ બીજલ સોલંકી, રાજુ બાબુ સોલકી, ચંદુ બીજલ સોલંકી, વિપુલ ઉર્ફ ઈકુ બાબુ વાઘેલાની ધરપકડ કરી રૂ. ૧૦૨૫૦ ની રોકડ કબ્જે કરી હતી.

તેમજ પડધરીના મેટોળાં ગામે દરજીની દુકાન બહાર તીનપતિનો જુગાર રમતા સતીશ જેઠવા, દિલીપ રમણિક રાધેલીયા, રાજેશ હંસરાજ ગોહેલ, ધવલ ગુણવત ગોહેલની ધરપકડ કરી પડધરી પોલીસે 3 મોબાઈલ સાથે રૂ. ૨૮૪૩૦ નો મુદામાલ કબ્જે કરી છે.

Read About Weather here

આ ઉપરાંત જેતપુરના ભોજાધાર રોકડીયા હનુમાન મંદિર પાસે ગોવિદ ખાંટના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જેતપુર સીટી પોલીસે દરોડો પાડી મકાનમાલિક ગોવિંદ ગુજરાતીની સાથે પતા ટીચતાં મૌલિક વનરાજ બારૈયા, રાજેશ પરસોતમ દેગામા, ભાવિષા સુરેશ પીઠવા, રીનાબેન ભરત નારિગ્ર, અરુણાબેન દિનેશ પીઠવાની ધરપકડ કરી જેતપુર સીટી પોલીસે ૩ મોબાઈલ અને રૂ. ૧૩૪૯૦ ની રોકડ મળીને કુલ રૂ. ૨૧૪૯૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here