શેરબજારમાં ગાબડું…!

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
ટાઈટન કંપની 3.74 ટકા ઘટી 2290.50 પર કારોબાર કરી રહ્યો છે. વિપ્રો 3.09 ટકા ઘટી 545.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારુતિ સુઝુકી 0.17 ટકા વધી 8615.60 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારોમાં આજે ખૂલતાંની સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 અંક ઘટ્યા પછી હાલ 9.28 વાગ્યે 905 અંક ઘટી 56,953 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 270 અંક ઘટી 17007 પર કારોબાર કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સેન્સેક્સ પર ટાઈટન કંપની, વિપ્રો, ડો.રેડ્ડી, HCL ટેક, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવો મળી રહ્યો છે.આજે માર્કેટ કેપ ઘટી 258.12 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે મંગળવારે 262.77 લાખ કરોડ રૂપિયા હતી. આજે બજાર માટે બે પોઝિટિવ સંકેત હતા. છતાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુક્રેન અને રશિયાની વચ્ચે સમજૂતીના સંકેત જોવા મળી રહ્યો છે.

બીજી તરફ અમેરિકાની સેન્ટ્રલ બેન્કે હાલ વ્યાજ દર વધારવાના નિર્ણયને ફેબ્રુઆરી સુધી ટાળી દીધો છે. હવે માર્ચમાં થનારી બેઠકમાં તેને વધારવામાં આવી શકે છે. છતાં આજે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે ભારતીય શેરબજારમાં ચોતરફ તમામ સેક્ટરના શેરોમાં નીકળેલી જંગી વેચવાલીના દબાણને પગલે 1545 પોઇન્ટનો તોતિંગ કડાકો બોલયો હતો, જેને પગલે રોકાણકારોના રૂપિયા 9.56 લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

Read About Weather here

સેન્સેક્સ પેકની તમામ 30 કંપનીના શેરોમાં મંદી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 1545.67 પોઇન્ટ, એટલે કે 2.62 ટકા ઘટી 1,545.67 પર બંધ રહ્યો હતો.ભારતીય શેરબજારો મંગળવારે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 367 અંક વધીને 57858 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 129 અંક વધી 17277 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ ખૂલતાંની સાથે જ 1000 અંક તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 16900ની નીચે પહોંચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here