શેખપીપરીયાના રસ્તાના નવીનીકરણ કામનો પ્રારંભ

શેખપીપરીયાના રસ્તાના નવીનીકરણ કામનો પ્રારંભ
શેખપીપરીયાના રસ્તાના નવીનીકરણ કામનો પ્રારંભ

ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે મહિલા સરપંચના હસ્તે કરાવ્યું ખાતમુહૂર્ત

લાઠી તાલુકાના શેખપીપરીયાથી હરસુરપુર દેવળીયા ચાર કિલોમીટર લંબાઇ 3.75 મી પહોળાઇ એક કરોડ બાણું લાખ ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનો ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની હાજરીમાં મહિલા સરપંચ અનસુયાબેનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

દેવળીયાથી વાંડળીયા સુધીમાં ત્રણ નાના પુલીયા પણ કામ કરવામાં આવશે. હરસુરપુર દેવળીયાથી વાંડળીયા તરફ જતાં ગામના બાજુમાં જે નદી છે તે મોટો બ્રિજ પણ બનાવવા માટે મંજૂરી અર્થે ગયેલ છે એ મંજુર થશે તો આ વિસ્તારને કાયમી લાભ થવાનો છે.

શેખપીપરીયા ગામને ઉપરથી લાઠી, ચાવંડ, શેખપીપરીયા, ગળકોટડી અને ગળકોટડી જતા બે રસ્તા પૈકી બાકી રહેતો ત્રણ કિલોમીટરનો રસ્તો શેખપીપરીયા થી ખીજડીયા જંકશન, અમરેલી, શેખપીપરીયાથી અડતાળા ટોડા બધી જ બાજુ રસ્તા આપી કરોડો રૂપિયાના રસ્તાનો લાભ આ ગામને મળ્યો છે. ઘણું મુશ્કેલ હોવા છતાં ગામ લોકોની લાગણીને માન આપી આવા રસ્તાઓ થઈ ગયા છે. ધારાસભ્યની સક્રિયતાના કારણે લોકોએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Read About Weather here

શુભારંભ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, અશોકભાઈ ભાદાણી, નવા ચૂંટાયેલા સરપંચ બાબુલાલ ધાધલ, મનસુખભાઈ ભાદાણી, સહકારી આગેવાન મગનભાઈ ભાદાણી, સંજય ચોથાણી, હરસુરપુર દેવળીયા સરપંચ મહેન્દ્રભાઈ વાળા તેમજ તાલુકા પંચાયત સભ્ય રાજેશ દેવાણી અને ગામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here