શુક્રવારથી દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર

શુક્રવારથી દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર
શુક્રવારથી દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર

125 બેઠકો સાથે રાજ્યમાં સરકાર બનાવશું: જગદીશ ઠાકોરનો દાવો

ત્રણ દિવસ ચાલશે શિબિર: રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે, અનેક વિષયો પર પક્ષનાં દિગ્ગજ નેતાઓ દ્વારા ચર્ચા મંથન

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસનાં સંગઠનને સુસજ્જ અને વધુ મજબુત બનાવવા તથા લોકોની લાંબા સમયથી અણઉકેલ સમસ્યાઓ ઉજાગર કરવાના હેતુથી દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે પત્રકાર પરિષદમાં વિગતો આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આગામી તા.25 ફેબ્રુઆરી શુક્રવારથી દ્વારકાધીશનાં આંગણે કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ થશે. સૌપ્રથમ દ્વારકાધીશની પૂજા કર્યા બાદ શિબિરનો શુભારંભ કરવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper here

પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, અલગ- અલગ 14 જેટલા વિષયો પર શિબિરમાં મનોમંથન કરવામાં આવનાર છે. પેપરલીક કાંડ, બેરોજગારી અને ભરતી કૌભાંડ જેવા મુદ્દાઓ પર પણ સવિશેષ ચર્ચા- વિચારણા કરવામાં આવશે.

આ તબક્કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતમાં 125 બેઠકો મેળવીને કોંગ્રેસ સરકાર બનાવશે. તેમણે કહ્યું હતું કે, પક્ષનાં મોવડી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેનાર છે. રાજ્યભરમાંથી કોંગ્રેસનાં 500 જેટલા ડેલીગેટસ હાજરી આપશે.

Read About Weather here

એમણે જાહેર કર્યું હતું કે, ભારત નિર્માણમાં કોંગ્રેસ પક્ષની ભૂમિકાનાં વિષય પર શિબિરમાં એક ખાસ સત્ર યોજવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here