શું પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં જોડાશે? ભારે ચર્ચા

શું પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં જોડાશે? ભારે ચર્ચા
શું પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં જોડાશે? ભારે ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્યની બે શક્તિશાળી અને વર્ચસ્વ ધરાવતી તેમજ તાકાતવાળી વોટ બેંક ગણાતી બે જ્ઞાતિઓનાં ત્રણ દિગ્ગજ નેતાઓ આગામી દિવસોમાં કોંગ્રેસનો પંજો પકડી લેવાની તૈયારીઓ કરી રહ્યા હોવાના ઝી ન્યુઝ ચેનલનાં એક અહેવાલથી રાજ્યભરમાં ભારે ચર્ચા જાગી ઉઠી છે અને રાજ્યનાં ખૂણે-ખૂણે અનેક અનુમાનો અને અટકળોની આંધી ઉઠી છે. ઝી ન્યુઝનાં અહેવાલમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, કોળી સમાજનાં બે ધૂરંધર અને ટોચનાં વગદાર નેતાઓ પરસોતમ સોલંકી તથા કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં જોડાઈ જવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે. તદ્દઉપરાંત પાટીદાર સમાજનાં એક જાણીતાનેતા નરેશ પટેલ પણ કોંગ્રેસની છાવણી તરફ ધીમી પણ મક્કમગતિથી આગળ વધી રહ્યા હોવાનું કહેવાય છે. જો ખરેખર આવી ઘટનાઓ બને તો વિધાનસભાની આગામી ચૂંટણીઓ ભાજપ માટે અગ્નિ પરીક્ષા જેવી બની રહેશે. ભાજપની છાવણીમાં ચર્ચા અને ચિંતા પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે. જો અહેવાલ મુજબ આ ત્રણ નેતાઓ કોંગ્રેસમાં પ્રવેશ કરે તો બે શક્તિશાળી જ્ઞાતિનો ઝુકાવ કોંગ્રેસ તરફ થઇ જવાની સંભાવના છે અને ભાજપ માટે ચૂંટણીઓ કપરા ચઢાણ જેવી બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આદિવાસી નેતાઓમાં પણ આપ ને સમર્થન આપવાનું વલણ દેખાયું છે. કેમકે તાપી- પાર- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટથી આદિવાસી સમાજ ભાજપથી ખૂબ નારાજ દેખાય છે. ભાજપે આદિવાસીઓનાં મિજાજને જોઇને જ હાલ આ યોજના તડકે મૂકી દીધી છે પણ રાજકીય નિરીક્ષકો માને છે કે ઘણું મોડું થઇ ગયું છે.સૌરાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવતો કોળી સમાજ અને તેના બે દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા અને પરસોતમ સોલંકી કોંગ્રેસમાં જોડાઈ તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. જાણકાર સુત્રો કહે છે કે, લાંબા સમયથી ભાજપમાં સાઈડ લાઈન થઇ ગયેલા સોલંકી કોંગ્રેસમાં ચાલ્યા જાય તેવી પૂરી સંભાવના છે. બાવળીયા ભાજપમાં આવ્યા અને મંત્રી પદ પણ ભોગવ્યું છતાં અત્યારે તો એમની રાજકીય કારકિર્દી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. એમને ભાજપમાંથી ધારાસભાની ટિકિટ મળવા અંગે પણ શંકા ઉભી થઇ ગઈ છે. આવી જ સ્થિતિ પરસોતમ સોલંકીની છે. એમને પણ ટિકિટ મળવાની સંભાવના દેખાતી નથી. એમના ભાઈ હિરા સોલંકી પણ રાજુલામાંથી હારી ગયા છે અને અત્યારે સાવ સાઈડલાઈન છે.

Read About Weather here

જો આ દિગ્ગજ કોળી નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ તો આગામી વિધાનસભા ચૂંટણી જંગ નિર્ણાયક અને રોમાંચક બની જશે. તેમાં શંકા નથી. ભાજપ માટે કપરા ચઢાણ દેખાય છે. ગુજરાતનું હાલનું મંત્રી મંડળ નવું અને બિન અનુભવી છે. એમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ફોર્મ્યુલાને કારણે જુના મંત્રી મંડળનાં ઘણા નેતાઓ ટિકિટથી વંચિત રહી શકે છે. એમના પરિવારોમાંથી પણ કોઈને ટિકિટ નહીં મળે એ જોતા ટિકિટ વંચિત નેતાઓ દેખાવ પૂરતું સમર્થન આપી શકે છે પણ પડદા પાછળ રાજકીય ખેલ થઇ શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here