શિવ હોસ્પિટલમાં રાહતદરે નિદાન કેમ્પ

શિવ હોસ્પિટલમાં રાહતદરે નિદાન કેમ્પ
શિવ હોસ્પિટલમાં રાહતદરે નિદાન કેમ્પ

રકતદાન શિબિર, ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી કેમ્પ વગેરેનું આયોજન

રાજકોટ અને સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતભરમાંથી દર્દીઓને ઓર્થોપેડિક અને ટ્રોમા ઉપરાંત ગંભીર દર્દીઓને ICU સહિતની સંપૂર્ણ સારવાર એક છત નીચે મળી શકે તેવા સ્વપ્ન સાથે નાના મવા ચોકડીએ બાલાજી હોલની બાજુમાં કાર્યરત શિવ હોસ્પિટલ પ્રથમ વર્ષ પૂર્ણ કરે છે.

ત્યારે સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે તથા જરૂરીયાતવાળા દર્દીઓને આ તમામ સુવિધા લાભ મળી રહે તે માટે આગામી જાન્યુઆરી મહિનામાં ફકત ટોકન રજીસ્ટ્રેશન સાથે નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.

1લી જાન્યુઆરીના બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં શિવ હોસ્પિટલનો સ્ટાફ તથા તેમના પરિવારજનો સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાન કરશે. જયારે ત્રીજી જાન્યુઆરીથી આઠમી જાન્યુઆરીના અઠવાડિયામાં ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપીને લગતા તમામ દર્દી તેમના જુના રીપોર્ટ અને સારવારના પેપર લઈ બતાવી શકે છે. જો યોગ્ય લાગશે તો આવા દર્દીની સારવાર રાહતદરે આપવામાં આવશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

10 થી 15 જાન્યુઆરી દરમિયાન જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી ખાતે સિનિયર ડોકટર દ્વારા દર્દીઓનું ટોકન રજીસ્ટ્રેશન કરાવી નિદાન કરી આપવામાં આવશે અને હાલ પેન્ડેમીક બાદ કોવિડની બિમારીના કારણે રહેલી શ્ર્વાસ અને અન્ય બિમારીનું નિદાન અને સારવાર ફિઝીશ્યન દ્વારા કરી આપવામાં આવશે.

17 થી 22 જાન્યુઆરી દરમ્યાન ગોઠવણ કે થાપાના ઘસારા માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે પછી રમત-ગમત દરમ્યાન થયેલી ગોઠણ, ખભો કે કોણીની ઈજા માટેનું કોઈપણ દર્દીઓનું ટોકન રજીસ્ટ્રેશન કરાવી નિદાન થઈ શકશે.

24 થી 29 જાન્યુઆરી મણકા તથા મગજની સર્જરી યોજાશે. શિવ હોસ્પિટલ ખાતે મગજ અને કરોડરજુની બિમારી માટેના જરૂરી એવા તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ છે. જેમાં અગાઉથી ટોકન રજીસ્ટ્રેશન કરી નિદાનનો લાભ લઈ શકે છે.

Read About Weather here

સમગ્ર મહિના દરમ્યાન નવા પેશન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી ફ્રી માં નિદાન કરાવી શકાશે, પરંતુ રજીસ્ટ્રેશનનો ટોકન ચાર્જ ફકત રૂ.100 રહેશે. જે માટે રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી લેવા તથા વધુ વિભાગ તેમજ ઓફર તથા પેકેજ માટે અને સારવારની વધુ માહિતી માટે 9638901000 તથા ઈમરજન્સી માટે 9519529595 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here