શાપર-વેરાવળમાં મીડિયાના નામે 1 લાખની માંગણી કરનાર ઝડપાયો

શાપર-વેરાવળમાં મીડિયાના નામે 1 લાખની માંગણી કરનાર ઝડપાયો
શાપર-વેરાવળમાં મીડિયાના નામે 1 લાખની માંગણી કરનાર ઝડપાયો
જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતા અને ખેતી કામ કરતા ધર્મેશભાઇ ચનાભાઇ ભુત (પટેલ)એ આરોપી જાવેદ ગુર્જરે વેરાવળ-શાપર તથા તેના સાગ્રીતો સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.ફરીયાદમાં જણાવાયા મુજબ ફરીયાદીની શાપર-વેરાવળમા નોવા ટેકનોકાસ્ટ પાછળ આવેલા શેડમાં મજુરોને અલગ-અલગ ઓરડીઓ બનાવી ભાડે આપેલ હોય આ ઓરડીના ભાડુઆતોનું ભાડુ ફરીયાદી ઉઘરાવવા ગયેલ ત્યારે ફરીયાદીની માલીકીની ઓરડીવાળી જગ્યામાં જાવેદ ગુર્જર તથા અન્ય બે શખ્સોએ પ્રવેશી પોતે પ્રેસ મીડિયામાંથી આવતા હોવાની ઓળખાણ આપી કહેલ કે,

Visit Saurashtra Kranti Homepage here

તમે ઓરડીમાં રહેતા ભાડુઆતોની સ્ત્રીઓ સાથે બળજબરી કરી બળાત્કાર કરો છો? તેવો ખોટો આક્ષેપ કરી ફોટા અને વિડીયો રેકોર્ડીગ કરી સ્ટીંગ ઓપરેશનમાં તમે પકડાઇ ગયા હોવાનું જણાવી 1 લાખ રૂપિયા આપો નહીં તો ફોટા અને વિડીયો મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.ત્યાર બાદ અમો ફરીયાદી પાસે રૂપીયાની સગવડતા ન હોય રૂપિયા આપવાની ના પાડતા જાવેદ ગુર્જરે ફરીયાદીને બે-ત્રણ લાફા મારી કહેલ કે તારી હાલત કેવી કરીએ છીએ અને તને જીવવા જેવો નહીં રહેવા દઇએ તેવી ધમકી આપેલ.

Read About Weather here

બાદમાં ફરીયાદીએ ઓરડીમાં રહેતા માણસોને પુછવાનું કહેતા જાવેદે કહેલ કે લુખ્ખા તારી પાસે રૂપિયાની ત્રેવડ નથીને શું બધાને ભેગા કરે છે? તેમ કહીને ધમકાવી પ્રેસ લખેલી ઇકો ગાડીમાં જાવેદ તથા તેના સાગ્રીતો ચાલ્યા ગયા હતા.આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે આરોપી જાવેદ ગુર્જર તથા તેના સાગ્રીતો સામે ગુન્હો દાખલ કર્યો હતો. શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી જાવેદ ગુર્જરને સકંજામાં લઇ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here