શાપર-વેરાવળની ફેકટરીમાં વહેલી સવારે આગ: લાખોનું નુકશાન

શાપર-વેરાવળની ફેકટરીમાં વહેલી સવારે આગ: લાખોનું નુકશાન
શાપર-વેરાવળની ફેકટરીમાં વહેલી સવારે આગ: લાખોનું નુકશાન
ઔદ્યોગિક નગરી ગણાતી શાપર-વેરાવળની ફેકટરીમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ આગમાં ફેકટરીમાં રહેલ મશીનરી અને અન્ય કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.આગની ઘટનામાં લાખોનું નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે.આગને કાબુમાં લેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વિગતો અનુસાર,શાપર-વેરાવળમાં આવેલી લેમ્બર ટી નામની પ્લાસ્ટિકના દાણા બનાવી ફેકટરીમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.આગની માહિતી મળતા રાજકોટ અને ગોંડલના એમ ચારેક ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.આગને કાબુમાં પાણીનો મારો કરાયો હતો.જોત જોતામાં આગે વિકરાળ રુપ ધારણ કરી લેતા આગને કારણે ફેકટરીમાં રહેલી મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

Read About Weather here

આગથી લાખોનું નુકશાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આગને કાબુમાં લેવા રાજકોટથી ત્રણ અને ગોંડલથી એક ફાયર સ્ટેશન બનાવ સ્થળે પહોંચ્યા હતા.આગને કારણે ફેકટરીમાં રહેલા પતરા,દીવાલ અને કાચો માલ તેમજ મશીનરીને લાખોનું નુકશાન થયું હતું. આગની જાણ થતાં ફેકટરીના માલિક પણ પહોંચી ગયા હતા.વિકરાળ આગને કારણે આજુબાજુની ફેકટરીમાં કામ કરતા શ્રમિકને બહાર આવવા જણાવાયું હતું.છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હોવાનું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here