શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઇ

શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઇ
શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઇ

પોલીસે ત્રણ વર્ષમાં 56 ગુના નોંધી રૂ. ૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી યુવાધનને નશાકારક પદાર્થોનું સેવન કરતા અટકાવ્યા છે

26જુન ના દિવસે સમગ્ર વિશ્વમા આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વીરોધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડ્રગ્સ વીરોધી દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ નશાકારક પદાર્થથી યુવા વર્ગ દુર રહે અને આવા નશાકારક પદાર્થના સેવનથી યુવાધનને શારીરીક તથા માનસીક ખુબજ નુકશાન તથા તેઓના પરિવારની આર્થીક પાયમાલી સર્જાતી હોય છે. જેથી નશાકારક પદાર્થનું સેવન નહીં કરવા અને આ બાબતે લોકો જાગૃત થાય અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થનું સેવન ન કરે તેવા મુખ્ય હેતુથી જાગૃતી ફેલાવવા માટે ૨૬ જુન ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વીરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ સદંતર બંઘ થાય અને યુવાધન નશાકાર પદાર્થોનું સેવન કરતા અટકે તે માટે જાગૃતી કાર્યક્રમો સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે. જેમાં રાજકોટ શહેરમાં સને ૨૦૧૬ થી સને ૨૦૧૮ એટલે કે ત્રણ વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ કુલ ૬ ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ હતા.

Read About Weather here

જયારે સને ૨૦૧૯ થી સને ૨૦૨૧ એટલ કે અઢી વર્ષના સમય ગાળા દરમ્યાન રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ કુલ ૫૦ એન.ડી.પી.એસ. ના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે. જે ગુન્હાઓમાં કુલ ૧૧૦ આરોપીઓ પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ કિ.રૂા. ૧,૯૮,૭૪,૧૮૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે જે મુદામાલમાં ગાંજો, કોકેઇન, એફેટેમાઇન, ચરસ, એમ.ડી. વિગેરે મુદામાલ કબ્બે કરવામાં આવેલ જે છેલ્લા અઢી વર્ષ દરમ્યાન શહેર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. ના વધુમાં વધુ કેસો શોધી કાઢી શહેરમાં નશાકારક પદાર્થોનું વેંચાણ તથા હેરફેર અટકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here