શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે સંજય અજુડીયા ફાઈનલ?

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે સંજય અજુડીયા ફાઈનલ?
શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે સંજય અજુડીયા ફાઈનલ?
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રદેશ માળખામાં જે નેતાઓને સમાવવામાં આવ્યા એમને જ કોર કમિટીમાં લેવામાં આવતા શહેર કોંગ્રેસનું એક જૂથ નારાજ થતા પ્રદેશ સુધી રજૂઆત કરવામાં આવી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી દ્વારા પ્રદેશ માળખામાં લેવાયેલા હોદ્દેદારોનો શહેર કોર કમિટીમાં સમાવેશ કરવા સામે શહેર કોંગ્રેસનાં એક નારાજ જૂથ સોમવારે 14 વોર્ડનાં આગેવાનો સાથે પૂર્વ કોર્પોરેટરોએ બેઠક કરી પ્રદેશમાં રજૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે યોજાયેલી બેઠકમાં પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે, કોર કમિટીમાં પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓનો સમાવેશ કરાયો હોત તો કામગીરી લેખે લાગી હોત. કોર કમિટીમાં પ્રદેશનાં હોદ્દેદારોનો સમાવેશ કરાયાની પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆત કરાઈ છે. પ્રદેશમાંથી કોઈ નક્કર પરિણામ નહીં આવે તો આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની કામગીરીથી દૂર રહેશે. તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

મારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક નેતાએ મામલો થાળે પાડવા માટે જોરદાર પ્રયત્નો કરી નારાજ જૂથનાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. નારાજ જૂથની માંગણી અંગે પ્રદેશ કક્ષાએ વાત પહોંચાડીને યોગ્ય નિર્ણય લેવાની મધ્યસ્થી નેતાએ ખાતરી આપી હતી. આથી હાલ મામલો થાળે પડી ગયો છે.નારાજ જૂથે શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર સંજય અજુડીયાનું નામ સૂચવ્યા બાદ એ અંગે વિચારણા કરવાની મધ્યસ્થી નેતાઓએ નિશ્ચિત ખાતરી આપતા સંમેલન અને ભોજન સમારંભ મોકૂફ રાખવામાં આવ્યા હતા.

નારાજ જૂથ કાર્યકારી પ્રમુખ તરીકે સંજય અજુડીયાને નિયુક્ત કરવાની માંગણી પર મક્કમ છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કોર કમિટી રચી ત્યારે જ પક્ષમાં ધુંધવાટ શરૂ થઇ ગયો હતો. પ્રદેશમાં જેમને હોદ્દા અપાયા છે એમનો શહેરની કોર કમિટીમાં સમાવેશ કરાતા વિરોધ શરૂ થઇ ગયો હતો. પ્રદેશ કક્ષા સુધી જોરદાર રજૂઆતોનો ધોધ શરૂ થયો હતો. કોર કમિટીમાં પ્રદેશનાં હોદ્દેદારોને ન લેવા જોઈએ અને સ્થાનિક ધોરણે પૂર્વ કોર્પોરેટરો તથા સનિષ્ઠ કાર્યકરોને તક આપવી જોઈએ. એવી રજૂઆત નારાજ જુથે પ્રદેશ કક્ષા સુધી કરી હતી.
શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર સંજય અજુડીયાનું નામ ફાઈનલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજી સુધી સતાવાર જાહેરાત કરાઈ નથી.

Read About Weather here

આજે સાંજ સુધીમાં સતાવાર રીતે જાહેરાત થશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સંજય અજુડીયા અને પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાનું નામ ચર્ચાઈ રહ્યું. આજે સાંજ સુધીમાં કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થાય તેવું જાણવા મળ્યું છે. નારાજ જૂથ દ્વારા સંમેલન અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક નેતાએ મામલો થાળે પાડવા માટે જોરદાર પ્રયત્નો કરી નારાજ જૂથનાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. નારાજ જૂથની માંગણી અંગે પ્રદેશ કક્ષાએ વાત પહોંચાડીને યોગ્ય નિર્ણય લેવાની મધ્યસ્થી નેતાએ ખાતરી આપી હતી. આથી હાલ મામલો થાળે પડી ગયો છે. સમજાવટને પગલે નારાજ જુથે આજનાં સંમેલન અને ભોજન સમારંભ મુલત્વી રાખી દીધા છે. નારાજ થયેલા એક જૂથ દ્વારા શરૂ થયેલી ઉગ્ર વિરોધ, રજુઆતોનો ધોધ અને બેઠકોનાં ધમધમાટની હિલચાલ વચ્ચે શહેર કોંગ્રેસનાં કેટલાક ટોચનાં નેતાઓની મધ્યસ્થી નારાજ જૂથને હાલ મનાવી લેવામાં સફળ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here