શહેર કોંગ્રેસનાં સંગઠન માળખામાં ફેરફારોને પગલે પાટીદાર સમાજમાં ઘેરો અસંતોષ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટમાં પટેલ આગેવાનોની બેઠકમાં સમાજને અન્યાય થયાની તિવ્ર અભિવ્યક્તિ

ગુજરાતમાં કોંગ્રેસનાં સંગઠન માળખામાં વ્યાપક અને જોરદાર ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. એ કવાયતનાં ભાગરૂપે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં થયેલા ફેરફારોને પગલે રાજકોટ પાટીદાર સમાજમાં ઘેરો અસંતોષ ભડકી ઉઠ્યો છે. સંગઠન માળખાની નવી નિમણૂંકોમાં પાટીદાર સમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને જરૂર પડ્યે પ્રદેશ નેતાગીરી સુધી વાત પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં આજે કોંગ્રેસ સાથે સંકળાયેલા પટેલ આગેવાનોની ખાસ બેઠક મળી હતી. જેમાં નવી સંગઠન રચનાની પ્રક્રિયામાં જ્ઞાતિનું સંતુલન જળવાયું ન હોવાના રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પટેલ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ અપાયું ન હોવાનો પાટીદાર સમાજનાં ઘણા નેતાઓ અને કાર્યકરોએ ઉભરો ઠાલવ્યો હતો એવું જાણવા મળ્યું છે. કેટલાક આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્રદેશ કક્ષા સુધી આ અંગે રજૂઆતો થઇ શકે છે.

પ્રદેશ કોંગ્રેસે તાજેતરમાં સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે અને શહેર તથા જિલ્લાઓમાં સંગઠનની મોટી ફોજ તૈયાર કરવામાં આવી છે. પાટીદાર સમાજની બેઠકમાં નવી નિમણૂંકો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પ્રમુખ પદ માટે બ્રહ્મ સમાજ, જિલ્લામાં ઓબીસી સમાજને પ્રાધાન્ય અપાયાની લાગણી વ્યક્ત કરાઈ છે. ક્ષત્રિય અને બ્રહ્મ સમાજને મહત્વનાં હોદ્દા અપાયા છે. જેનો પાટીદાર સમાજમાં ગણગણાટ શરૂ થયો છે.

રાજકોટમાં આજે મળેલી બેઠકમાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ કોર્પોરેટરો, ભૂતપૂર્વ હોદ્દેદારો, ચૂંટણી લડી ચુકેલા આગેવાનો અને પાટીદાર સમાજનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 7 આગેવાનોની એક લાયેઝન કમિટી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં કમિટી પ્રદેશ નેતાઓ સાથે સંપર્ક કરશે. પ્રદેશમાંથી કોઈ નેતાઓ આવે તો એમને લાગણી પહોંચાડવામાં આવશે.

Read About Weather here

હવે પછી નિમણુંકોનાં બીજા રાઉન્ડમાં પાટીદાર આગેવાનોને સમાવીને સમાજને ન્યાય કરવામાં આવે એવી લાગણી પાટીદાર સમાજમાં બળવતર બની છે. જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ માટે પણ ઘણા દાવેદારો હતા. પટેલ સમાજમાંથી સંજય અજુડીયા અને તુષાર નંદાણી હતા તો મનસુખભાઈ કાલરીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ હિતેશ વોરા, ચૂંટણી લડેલા મિતુલ દોંગા જેવા સિનિયર નેતાઓ પણ દોડમાં હતા છતાં એમને સ્થાન અપાયું નથી. અત્યારે પાટીદાર સમાજની આ બેઠકમાં મોટો ઉહાપોહ કરવામાં આવ્યો નથી. જાહેરમાં તિવ્ર પ્રત્યાઘાત આપવાને બદલે આંતરિક રીતે પ્રદેશ નેતાગીરીનું ધ્યાન દોરવાનું નક્કી થયું છ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here