શહેરી વિકાસ સત્તા મંડળની મોંઘીદાટ જમીનો વેચી ભાજપના શાસકોએ મલાઇ ખાધી: ઇશુદાન ગઢવી

શહેરી વિકાસ સત્તા મંડળની મોંઘીદાટ જમીનો વેચી ભાજપના શાસકોએ મલાઇ ખાધી: ઇશુદાન ગઢવી
શહેરી વિકાસ સત્તા મંડળની મોંઘીદાટ જમીનો વેચી ભાજપના શાસકોએ મલાઇ ખાધી: ઇશુદાન ગઢવી
આજે આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી, રાજભા ઝાલા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા અને શીવલાલ બારસીયાએ એક પત્રકાર પરીષદનું આયોજન કર્યુ હતું તેમાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે જમીનચોર ભાજપ શાસકોએ વિવિધ મહાનગરોની શહેરી વિકાસ સત્તા મંડળની મોંઘીદાટ જમીનો તેમના મળતીયાઓને મફતના ભાવે વેચી મલાઇ ખાધી છે.જમીનચોર ભાજપના પાર્ટી ફંડના ઉધરાણા માટે સરકારી મિલક્તો અને સરકારી જમીનો ભાજપના મળતીયાઓને પાણીના ભાવે વેચી મારવાનું ગુજરાતભરમાં કૌભાંડ ચાલે છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહાભ્રષ્ટ ભાજપીઓએ દરેક મહાનગરોમાં સરકારી જમીનોની પોતાના મળતીયાઓને લ્હાણી કરીને ગુજરાતની તિજોરીનો કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કમલમ ખાતે કમિશનની કટકી પહોંચાડીને ગુજરાતમાં ગમે તેવા કાળા કામ કરવાનું લાયસન્સ મળી જાય છે. સરકારી ગૌચરની જમીન ઉપર કબજા કરવા, બીજાની જમીન પડાવી લેવી કે સરકારી અનામતની જમીનો મફતના ભાવે પડાવી લેવા માટે ભાજપને ચૂંટણી ફંડ આપીને ભાજપના મળતીયાઓ દરેક ગોરખધંધા કરી રહ્યા છે. એકબાજુ જમીન વિહોણા ગરીબોને પેટ ભરવા સારૂ આપવા માટે કે ગરીબોનાં આવાસ બનાવવા માટે ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે ટુકડો જમીન નથી પરંતુ ભાજપનાં ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્રમાં ભાજપ સરકારે આપેલ આકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 103 કરોડ 80 લાખ 73 હજાર 183 સ્વેરફૂટ સરકારી જમીન ચુંટણી ફંડ લઈને ભાજપના મળતીયાઓને પાણીનાં ભાવે પધારાવી દીધી છે.

વિધાનસભામાં સરકારે આપેલ આંકડા પ્રમાણે કોરોનાકાળ દરમ્યાન ભ્રષ્ટ ભાજપ સરકારે 18 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ભાજપના નેતાઓ તેમના સગાવ્હાલાઓ અને મળતીયાઓને મફતના ભાવે પધરાવી. રાજકોટમાં મહાનગરપાલિકા હસ્તકના સરકારી પ્લોટ નં -95 અને 288 નાં પ્લોટ પાણીનાં ભાવે ભાજપના મળતીયા બિલ્ડરને પધરાવી દેવાનો કારસો કરવામાં આવેલ છે. સુરતમાં પણ સુરત ટેક્સટાઈલ્સ માર્કેટની કીમતી જમીન ભાજપના નેતાઓએ પાર્ટી ફંડ લઈને 100 વર્ષના ભાડા પટ્ટે સાવ પાણીનાં ભાવે આપેલ છે. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા શહેરી અનામત જમીનો તેમજ સરકારી જમીનો પાણીનાં ભાવે પડાવી લેવાનું રાજ્યવ્યાપી મહાકૌભાંડ છે. શહેરી વિકાસ વિભાગનું મલાઈદાર ખાતું મુખ્યમંત્રી પાસે કે માનીતા મંત્રી પાસે રહે અને તેના દ્વારા મોટા શહેરોના ભાજપી મળતીયાઓની લોબીને આ જમીન મફતના વધારાવીને કરોડો રૂપિયા કમાઈ શકાય એવી મોડલ ઓપરેન્ડી છેલ્લા બે દશકાથી છે.

Read About Weather here

જ્યારે શહેરનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થાય ત્યારે જમીનો ખેડૂતો પાસે હોય છે પરંતુ ભાજપનાં નેતાઓ પછીથી આ જમીનોના માલીકો બની જાય ત્યારે આવી જમીનોમાં રીઝર્વેશનોમાં ફેરફારો કરીને અબજો રૂપિયાના ખેલ પડાય છે. આ જમીનચોર ભાજપનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે અને આ તમામ કૌભાંડોમાં ભાજપના મળતીયા ચોરોની તપાસ થાય એવી માંગણી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here