શહેરમા વાવાઝોડાની અસરો નિવારવા મનપાની સુંદર કામગીરી

કુલ 2507 શહેરીજનોનું સ્થળાંતર: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સતત ફિલ્ડમાં કાર્યરત : 10527 નાના-મોટા બોર્ડ-બેનરો દુર કરવામાં આવ્યા

તાઉતે વાવાઝોડાથી રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી. રાત્રીના તોફાની પવનોથી સર્જાતા અકસ્માતોની શક્યતા નિવારી શકાય તે માટે સંખ્યાબદ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. આ સમયે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા. રાજકોટ શહેરમાં ઝાડ પડવાની કુલ 35 ફરિયાદો આવી હતી અને તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો પૂર્વે કુલ 2507 શહેરીજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દબાણ હટાવ શાખા દ્વારા 10527 નાના મોટા બોર્ડ-બેનરો હટાવવામાં આવ્યા હતા તેમજ શહેરમાં ચાર સ્થળોએ (1) રીગલ શુઝની દુકાન, માલવિયા ચોક, (2) રેલ્વે સ્ટેશન જંકશન પ્લેટફોર્મ, (3) બેડીપરા ખાતે કારમાં અને (4) રેસકોર્ષ રીંગ રોડ, ઇન્કમટેક્સ ઓફીસ પાસે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, અમીન માર્ગ, ટાગોર રોડ, 80 ફૂટ રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, અટીકા પાર્ક, ભગવતી પરા, મોરબી રોડ, વાંકાનેર સોસાયટી, બજરંગ વાડી, બાલમુકુન્દ સોસાયટી, જઈૠ હોસ્પિટલ પાસે, રોયલ પાર્ક, જગન્નાથ પાર્ક-1, શ્રીકોલોની, કોટેચાનગર-6, નહેરુનગર, હસનસાપીરની દરગાહ પાસે, રેસકોર્સ રીંગ રોડ, આજી ડેમ, સંત કબીર રોડ, કુવાડવા રોડ, અંકુરનગર વિગેરે વિસ્તારોમાંથી ઝાડ પડવાની ફરિયાદો આવેલ હતી જે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે ગાર્ડન શાખા અને ફાયર શાખાની ટીમ 24 કલાક કાર્યરત છે.

Read About Weather here

આ કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના સતત માર્ગદર્શન અને નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહની સુચનાથી ગાર્ડન શાખા ડાયરેકટર ડો. કે.ડી. હાપલીયા, ગાર્ડન સુપરવાઈઝર ચૌહાણ, કણજારીયા, વર્ક આસી. ત્રિવેદી, ચાવડાની ટીમ દ્વારા અને ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, નાયબ ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ટીમની મદદથી ઙૠટઈક તથા પોલીસ સ્ટાફ સાથે રાખી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here