શહેરમાં ઇલેક્ટ્રિક બસ ડેપોનું કામ પુરજોશમાં

બસ ડેપો
બસ ડેપો

5 કરોડથી વધુના ખર્ચે બસ ડેપો બનશે: 70 હજારથી વધુ મુસાફરોને લાભ મળશે

પ્રથમ તબક્કાની 50 મીની ઇલેક્ટ્રિક બસ માટે ડેપો મંજુર કરાયો: બસ ચાર્જીંગ કરવા સહિતની સુવિધા ઉભી કરાશે

Subscribe Saurashtra Kranti here

ઇલેક્ટ્રિક બસ ડેપો

તાજેતરમાં રાજકોટ મનપાનું બજેટ 2200 કરોડથી વધુનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં પ્રથમ તબક્કામાં 50 મીની એ.સી.ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી છે. આ બસ માટે આજી બસ ડેપો, 80 ફૂટ રોડ અમૂલ સર્કલ પાસે બસના ચાર્જીંગ માટે તેમજ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો સહીત ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે હાલમાં 15,266 ચો.મી માં ડેવલોપ થનાર ઇલેક્ટ્રિક બસ ડેપાનું કામ પુરજોશમાં ચાલુ કરવામાં આવેલ છે.

ઈ.બસને ચાર્જીંગ કરવા માટેના જરૂરી સુવિધાઓ તેમજ ઈ.બસ માટે ડેવલપ કરવા માટે એડમિનિસ્ટ્રેશન ઓફીસ બિલ્ડીંગ, વર્કશોપ બિલ્ડીંગ કે જેમાં મેઈનટેનન્સની જરૂરી વ્યવસ્થાઓ, સ્ટોરરૂમ, સ્કેપ રૂમ , કેન્ટીન, ડોરમેટરી , ટોયલેટ બ્લોક અને વોશિંગ એરિયા તથા સિક્યુરીટી રૂમ વગેરે સુવિધા ઉભી કરવામાં આવશે. આ કામ માટે 5 કરોડથી વધુનો ખર્ચ થનાર છે.

Read About Weather here

કામ પૂર્ણ થયે શહેર તેમજ બહારગામથી આવતા 60 હજારથી વધુ મુસાફરોને ઈ.બસ ડેપોનો લાભ મળી શકશે. આવનારા વર્ષોમાં વધુ 100 ઈ.બસનું ઉમેરો થનાર હોવાથી વધુ એક ઈ.બસ સ્ટેશન પણ બનશે અને આ હાલમાં કામ ચાલુ છે તે જલ્દી પૂરું થાય અને શહેરીજનોને લાભ મળે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here