રાજકોટમાં વધુ 6 માનવી કોરોનાના ખપ્પરમાં હોમાયા, નવા 61 કેસ

રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં 150 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા

કોરોના દર્દી માટેના જરૂરી રેમડેસીવીર ઇન્જેકશન સસ્તામાં મળશે

રાજકોટમાં કોરોનાની મહામારીએ આખા શહેરને અજગર ભરડો લીધો છે અને મહામારીના ખપ્પરમાં વધુ છ માનવી હોમાય ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 22 લોકોના કોરોનાથી મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. આજે બપોર સુધીમાં નવા 61 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

દરમ્યાન કોરોનાના દર્દી માટે ખુબ જરૂરી એવા રેમડેસીવીરના ઇન્જેકશન સસ્તામાં આપવાનો રાજકોટ ડ્રીસ્ટ્રીટ કેમીસ્ટ કાઉન્સીલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રૂ.5400 ની કિંમતનું ઇન્જેકશન કાઉન્સીલ દ્વારા રૂ.1700માં અપાશે. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 18316 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 624 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 80 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટમાં 150 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાનું મનપાએ સત્તાવાર જણાવ્યું છે.

વકરતી મહામારીને રોકવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ બુથ ઉભા કરવા કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. જ્યારે દરરોજ અનેક લોકો સાથે મુલાકાત થતી હોય તેમજ તેમનો સ્પર્શ થતો હોય તે પ્રકારના શાકભાજીના 800થી વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા માટે ફરી વખત કવાયત હાથ ધરી છે. ગત સપ્ટેમ્બર માસમાં તમામ ફેરિયાઓને હેલ્થકાર્ડ આપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામારી તળીયે જતા સમગ્ર કામગીરી બંધ કરી દેવાઇ હતી. હાલ કોરોનાએ માથુ ઉંચકતા ફરી વખત સ્પ્રેડર શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read About Weather here

સોમવારથી વોર્ડ વાઈઝ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે. જ્યારે શાકમાર્કેટમાં બેસતા તમામ શાકભાજીના વેપારીઓનો સ્થળ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે અલગ અલગ સ્થળે અલગ અલગ વારે ભરાતી ગુજરીબજારોના પાથરણાવાળાઓનું ટેસ્ટિંગ કરી તેમને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here