શહેરમાં અલગ અલગ 30 સ્પામાં પોલીસનું ચેકિંગ

શહેરમાં અલગ અલગ 30 સ્પામાં પોલીસનું ચેકિંગ
શહેરમાં અલગ અલગ 30 સ્પામાં પોલીસનું ચેકિંગ

જાહેરનામાં નો ભંગ કરી ત્રણ સ્પા ચાલુ રાખવામાં આવતા હોવાથી સંચાલકો સામે કાર્યવાહી

કોરોના મહામારીમાં કોરોનાને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહારપાડી જનજીવન ધબકતું કરવા કેટલાક છુટછાટ આપવામાં આવી હોય જેથી લોકોના રોજગાર ધંધા શરૂ કરવામાં આવ્યો છે.

સરકારે આપેલી છુટછાટ માં સ્પા (મસાજ પાર્લર) ને છુટ આપવામાં ન આવી હોવા છતા શહેર માં કેટલાક સ્પાના સંચાલકો પોતાના સ્પા ચાલુ રાખ્યા હોવાની હકીકતના આધારે શહેર પોલીસ અલગ અલગ ૧૦ ટીમો બનાવી શહેરમાં આવેલા ૩૦ જેટલા સ્પા માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Subscribe Saurashtra Kranti here

જેમાં ત્રણ સ્પા ચાલુ હોવાનું મળી આવતા પોલીસે સ્પાના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના ઉચઅધિકારી ઓની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓજી, પરોલ ફલ્લો સ્કોડના માણસોની અલગ અલગ ૧૦ ટીમો બનવી જે ટીમોને શહેરમાં આવેલા અલગ અલગ સ્પા ખાતે તપાસ કરી જે સ્પા ચાલુ હોય તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવતા પોલીસે સ્પા માં ચેકિંગ હાથ ધર્યું હતું

Read About Weather here

જેમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા બીગ બજાર અંદર ઇસ્કોન મોલમાં શોપ ન.૧૧૧ માં આવેલા સુગર સ્પા ચાલુ હોય તેના સંચાલક હાર્દિક ગૌતમ સોનદરવા તથા ઇસ્કોનમોલ માં દુકાન ન.૧૦૧ માં પર્પલ ઓકીડ સ્પા ચાલુ હોવાથી તેથી સંચાલક પલ્લવી મહેન્દ્ર મેર તથા ઇન્દીરા સર્કલપાસે જલારામ ચીક્કી ઉપર આવેલા ૫ સિધ્ધિ કોમ્પેલેક્ષના બીજા માળે આવેલા આત્મિક સ્પા ચાલુ હોવાથી તેના સંચાલક રાજેશ મોલીસિંગ પટીહાર તથા અશોક ધીરજલાલ વાઘેલા નામના સ્પાના સંચાલકોની પોલીસે ધરપકડ કરી તેની સામે જાહેરનામાં ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.