વ્યાજખોરના ત્રાસથી ફ્રુટના વેપારીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના રામેશ્ર્વર પાર્કમાં ફ્રુટના ધંધાર્થી સોની આધેડ મનીષભાઈએ વ્યાજખોર ભરવાડ શખ્સના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ સિવિલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વધુ વિગત અનુસાર આજીડેમ ચોકડી પાસે રામેશ્ર્વર પાર્કમાં રહેતા મનોજભાઈ જેન્તીભાઈ વૈઠા (સોની) (ઉ.વ.45) ગતરોજ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા બેભાન થઈ ઢળી પડયો હતો. જેમને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો જયાં તેમની ટુંકી સારવાર દરમ્યાન મોત થયુ હતું.બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ સીવીલે દોડી ગઈ હતી અને મૃતકને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાત અંગે પરિવારની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. વધુમાં મૃતક સંબંધીએ જણાવ્યું હતું કે મનોજભાઈ માનસરોવર માર્કેટમાં ફ્રુટનો વેપાર કરતા હતા અને તેને ધંધો વધુ વિકસાવવા માટે આજ વિસ્તારમાં રહેતા વ્યાજખોર ભરવાડ શખ્સ પાસેથી 8થી10 લાખ રૂપિયા 10 ટકા લેખે લીધા હતા.

Read About Weather here

જે બાદ વ્યાજખોરે તેના 12 ટકા અને બાદમાં 15 ટકા લેખે રૂપિયા ચડાવી દીધા હતા જેમને લાખો રૂપિયા વ્યાજ સહિત આપી દીધા છતાં ભરવાડ શખ્સ અવારનવાર રૂપીયા માંગીને માનસીક અને શારીરિક ત્રાસ આપી મારકુટ કરતો હતો.તેમજ અવારનવાર માનસરોવર માર્કેટમાંથી ફ્રુટની લારી ફ્રુટ સાથે લઈ જતો હતો જે ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનું આક્ષેપ મૃતક ત્રણ ભાઈઓમાં વચેટ હતો અને સંતાનમાં બે પુત્રો છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here