વોશિંગ મશીન, ફ્રિજના ભાવમાં 10% સુધીનો વધારો થાય તેવી શક્યતા

વોશિંગ મશીન, ફ્રિજના ભાવમાં 10% સુધીનો વધારો થાય તેવી શક્યતા
વોશિંગ મશીન, ફ્રિજના ભાવમાં 10% સુધીનો વધારો થાય તેવી શક્યતા

કાચા માલસામાન અને નૂર ચાર્જમાં વધારાની અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે

જો તમે પણ આવનારા દિવસોમાં કોઈ પણ હોમ એપ્લાયન્સ ખરીદવાની યોજના ધરાવો છો, તો તમારે ઝડપથી ખરીદી કરવી જોઈએ. આ તમામ સામાનના ભાવ માર્ચમાં વધવાના છે. કાચા માલસામાન અને નૂર ચાર્જમાં વધારાની અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. તાજેતરમાં, અઈ અને રેફ્રિજરેટરની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. આ સિવાય માર્ચ સુધીમાં વોશિંગ મશીનની કિંમતમાં 5 થી 10 ટકાનો વધારો થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

હાયર એપ્લાયન્સીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સતીશ એનએસએ જણાવ્યું હતું કે, કોમોડિટીના ભાવમાં અભૂતપૂર્વ વધારો, વૈશ્ર્વિક ફ્રેઈટ ચાર્જીસ અને કાચા માલના ખર્ચને પગલે અમે રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એર કંડિશનર પર અમારા ઉત્પાદનોના ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે. શ્રેણીઓ વધારવા માટે પગલાં લેવામાં આવ્યા છે.પહેલાથી જ પોતાના અઈની કિંમતમાં આઠ ટકા સુધીનો વધારો કર્યો છે.

પેનાસોનિક ઇન્ડિયાના ડિવિઝનલ ડાયરેકટર (ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ) ફુમિયાસુ ફુજીમોરીએ જણાવ્યું હતું કે અઈની ભાવમાં વધુ વધારો કોમોડિટીના ભાવ અને સપ્લાય ચેઇનમાં વધુ વધારાને કારણે થઈ શકે છે.દક્ષિણ કોરિયાની ક્ધઝયુમર ઈલેકટ્રોનિકસ કંપની કૠ એ હોમ એપ્લાયન્સ કેટેગરીમાં કિંમતોમાં વધારો કર્યો છે. એલજીએ કહ્યું કે કાચા માલ અને લોજિસ્ટિકસની કિંમતમાં વધારો ચિંતાનો વિષય છે. એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાના હોમ એપ્લાયન્સીસ અને એર કંડિશનર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ દીપક બંસલે જણાવ્યું હતું કે, અમે નવીન પગલાં દ્વારા ખર્ચના બોજને ઉઠાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, પરંતુ વ્યવસાયને ટકાવી રાખવા માટે કિંમતમાં વધારો જરૂરી છે.

ભાવ વધારાને અનિવાર્ય ગણાવતા, જોન્સન-નિયંત્રિત હિટાચી એર કંડિશનિંગ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ગુરમીત સિંઘે જણાવ્યું હતું કે કાચો માલ, કર અને પરિવહન સહિત ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં, બ્રાન્ડ એપ્રિલ સુધીમાં કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો કરશે. તેમણે કહ્યું કે અમે એપ્રિલ સુધીમાં તબક્કાવાર ભાવમાં ઓછામાં ઓછો આઠથી 10 ટકાનો વધારો કરીશું.

Read About Weather here

એરિક બ્રાગાન્ઝા, પ્રેસિડેન્ટ, સિમાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગે તહેવારોની સિઝનને કારણે ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. પરંતુ હવે ઉત્પાદકો પાસે ભાવ વધારો ગ્રાહકો સુધી પહોંચાડવા સિવાય કોઈ વિકલ્પ નથી. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ઉદ્યોગો ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here