વોર રૂમ તૈયાર કરો, જરૂર પડે તો નાઈટ કર્ફ્યું લગાવો: કેન્દ્રનો આદેશ

વોર રૂમ તૈયાર કરો, જરૂર પડે તો નાઈટ કર્ફ્યું લગાવો: કેન્દ્રનો આદેશ
વોર રૂમ તૈયાર કરો, જરૂર પડે તો નાઈટ કર્ફ્યું લગાવો: કેન્દ્રનો આદેશ

કોરોનાનાં વધતા કેસો અને ઓમિક્રોનનાં ભય સામે તાત્કાલિક પગલા લેવા તમામ રાજ્યોને ફરમાન
ડેલ્ટા કરતા વધુ ચેપી વાયરસ ઓમિક્રોન છે એટલે વોર રૂમ જરૂરી: સામાજીક કાર્યક્રમો અને મેળાવડાઅદમાં હાજરી અંગે નિયંત્રણો લાગુ કરો, આરોગ્ય મંત્રાલયનો પત્ર, રાજ્યો માટે નવી ગાઈડલાઈન્સ

કોરોનાનાં વધતા જતા કેસો, ઓમિક્રોન નામના નવા વાયરસથી સર્જાયેલા જોખમને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકારે નિયંત્રણો સહિતનાં તાકીદનાં પગલા લેવા માટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓમિક્રોનને ધ્યાનમાં રાખી તાકીદે વોર રૂમ ઉભા કરવા અને જરૂર પડે તો નાઈટ કર્ફ્યું લાગુ કરવા રાજ્યોને તાકીદ કરવામાં આવી છે. ઓક્સિજન સાથેનાં આઈસીયુ બેડ ધરાવતા વોર રૂમ શરૂ કરવાની જરૂર છે

અને સામાજીક અને ધાર્મિક મેળાવાળાઓમાં સંખ્યા પણ નિયંત્રિત કરવી પડશે. એવું કેન્દ્ર સરકારે રાજ્યોને દર્શાવ્યું છે અને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે.કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોભરના પત્રમાં દર્શાવ્યું છે કે, સંક્રમણ રોકવા અને નિયંત્રિત કરવાનાં પગલા લેવાનું જરૂરી છે.

સ્થાનિક પરિસ્થિતિ મુજબ પગલા લેવા જોઈએ. કારણ કે આપણે મહામારીનાં જોખમનાં ત્રિભેટે ઉભા છીએ. છેલ્લા એક સપ્તાહમાં 10 ટકા કે તેથી વધુ પોઝીટીવીટી જોવા મળી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સ્થિતિ કટોકટી ભરી બને તે પહેલા નિયંત્રણનાં પગલા લેવા જોઈએ. ઓમિક્રોનની જેમ ડેલ્ટા વેરીએન્ટનું પણ હજુ ઘણા વિસ્તારોમાં અસ્તિત્વ જોવા મળી રહ્યું છે.

આરોગ્ય ખાતાએ તાકીદ કરી છે કે વધુ વ્યાપક દીર્ઘદ્રષ્ટિ, ડેટા એનાલીસીસ, જોમ ભર્યા ઝડપી નિર્ણય અને નિયંત્રણ માટેનાં કડક અને ત્વરિત પગલા જરૂરી બન્યા છે. ટેસ્ટીંગ અને સર્વિલન્સ માટે ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવે અને કોવિડ દર્દીઓનાં સંપર્કોને શોધીને ટેસ્ટીંગ કરવામાં આવે એ તમામ ઉપાયો અજમાવા પડશે.

જે વિસ્તારો ક્લસ્ટર બન્યા હોય ત્યાંથી સેમ્પલ લઈને જીનોમસિક્વન્સિંગ માટે તાત્કાલિક લેબોરેટરી મોકલવા જોઈએ. રાજ્યોને 100 ટકા રસીકરણ સિધ્ધ કરવા અને કામગીરી વેગવાન બનાવવા, હોસ્પિટલ બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન અને દવાઓનાં સ્ટોક વગેરે માટે ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરવા સરકારે સૂચવ્યું છે.

Read About Weather here

દેશમાં અત્યારે ઓમિક્રોનનાં કેસ પણ 200 નો આંક પાર કરી ગયા છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 54-54 કેસો નોંધાયા છે. એ પછી તેલંગણામાં 20, કર્ણાટક 19, રાજસ્થાન 18, કેરાલા 15 અને ગુજરાતમાં 14 કેસો નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here