વોર્ડ નં.11 ના મવડીમાં બનાવેલ સિમેન્ટ રોડમાં ગાબડા

વોર્ડ નં.11 ના મવડીમાં બનાવેલ સિમેન્ટ રોડમાં ગાબડા
વોર્ડ નં.11 ના મવડીમાં બનાવેલ સિમેન્ટ રોડમાં ગાબડા
વોર્ડ નં.11 ના કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ તાળાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત તા.7ના રોજ મવડી રોડ પર વિરાટ વેબ્રીજ સામેથી બીડી કામદાર સુધીનો સિમેન્ટ કોક્રીટ રોડ બનાવેલ જેમાં થયેલ ગંભીર ક્ષતિઓ જણાવેલ છે. પરંતુ આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રોડમાં બાકી રહેલ કામ તાત્કાલીક પુરૂ કરવામાં આવે તેમજ બંને બાજુ બ્લોક નાખવામાં આવેલ તે બેસી ગયા તે તાત્કાલીક રીપેર કરવામાં આવે તેમજ નવા સિમેન્ટ રોડમાં ગાબડા પડી ગયેલ છે તે નબળા કામની તપાસ કરી રોડના કામમાં જવાબદાર વ્યકિત સામે પગલા ભરવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

આરસીસી રોડ જેની બંને બાજુ બ્લોકનું નબળુ કામ થયેલ છે જે ચોમાસાના પહેલા વરસાદમાં પાણીના વેણમાં શીવમ પાર્ક પાસે બ્લોક તણાઈ ગયેલ છે. જો તાત્કાલીક આરસીસી કરી બ્લોક રીપેરીંગ કરવામાં નહીં આવે ચોમાસામાં બ્લોક તળાઈ જશે માટે યોગ્ય કાર્યવાહી તાત્કાલીક કરવી.કણકોટ રોડ પર વોર્ડ નં.11માં પાણીના ટાંકાનું કામ ખૂબ ધીમી ગતિથી ચાલે છે જે કામ ગોકળગાય ગતિને ઝડપી વેગ આપી કામ ઝડપી પુરૂ કરવા.

Read About Weather here

જીવરાજ પાર્કમાં ખૂબ જ ધીમા ફોર્સથી ઓછું પાણી મળતું હોવાથી ચોમાસામાં ફલેટ ધારકને વેંચાતા પાણીના ટાંકા નખવા પડે છે માટે પુરતુ પાણી આપવા. ચોમાસામાં વરસાદને કારણે રોડની બંને બાજુ પાણી ભરાય છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. જેથી વરસાદ દરમ્યાન માધાપર ચોકથી ગોંડલ ચોકડી બી.આર.ટી.સી. રોડ પર વાહન ચલાવાની છૂટ આપવા બાબતે યોગ્ય વિચારણા કરવા. ઉપરોકત મુદ્દાને ધ્યાને લઈ તાત્કાલીક પગલા ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ જણાવ્યું છે. આ તસ્વીર પાંચ દિવસ પહેલાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here