વોર્ડ નં.11 અને મારૂતિનંદન મંદિર ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે મહારકતદાન કેમ્પ

વોર્ડ નં.11 અને મારૂતિનંદન મંદિર ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે મહારકતદાન કેમ્પ
વોર્ડ નં.11 અને મારૂતિનંદન મંદિર ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે મહારકતદાન કેમ્પ

આમ તો સૌરાષ્ટ્રને સેવાની ભૂમિ કહેવામાં આવી છે ત્યારે એ સેવાની ભૂમિ થકી રાજકોટ પણ એક સેવાનું જ માધ્યમ બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હંમેશ માટે થતી હોય છે ત્યારે વોર્ડ નં.11 તથા શ્રી મારૂતિનંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયાથી પીડાતા બાળકો અને અકસ્માત સમયે જીવન અને મૃત્યુ પછી લેખા-જોખા ખાતા વ્યક્તિને જઈ પૂછો તો ખબર પડે કે રક્તની શી તાતી જરૂરિયાત હોય છે. કોરોનાકાળ રક્તની તાતી જરૂરિયાત પડી અને રક્ત મુશ્કેલ બન્યું, ત્યારે રક્તદાન જો કરવામાં આવે તો માનવતા મહેકી શકે છે અને રક્તદાન થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી તા.29 જૂનને બુધવારે સવારે 7 કલાકથી બપોરે 4 વાગ્યા સુધી સોરઠીયા પરિવારની વાડી મવડી બાયપાસ રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરનું દીપ પ્રાગટ્ય 10 વાગ્યે પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વામિનારાયણ મંદિર સરધાર)ના હસ્તે કરવામાં આવશે. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડો.ભરતભાઇ બોઘરા, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ગોવિંદભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ, ઉદયભાઈ કાનગડ, પ્રદીપભાઈ ડવ,

Read About Weather here

નીતિનભાઈ ભારદ્વાજ, પોલીસ રાજુ ભાર્ગવ, જયેશભાઇ રાદડીયા, ભુપતભાઇ બોદર, જયેશભાઈ બોઘરા, કમલેશભાઈ મીરાણી, વિજયભાઇ કોરાટ, કિશનભાઈ ટીલવા, ધીરુભાઈ સોરઠીયા, ધનસુખભાઈ ભંડેરી, જશ્મીન પીપળીયા, રાજુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, ખોડાભાઈ સોરઠીયા, નવલભાઇ મેઘાણી, જયેશભાઈ હરસોડા (પ્રમુખ) તેમજ હરસોડા પરિવારની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેરના યુવા ભાજપ વોર્ડ નં.11ના પ્રમુખ સોરઠીયા, મારૂતિનંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને મવડી ગામના તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના તમામ આગેવાનો મહારક્તદાન કેમ્પ ભવ્ય રીતે ઉજવાયએ માટેની જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહારક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેન્ક, જીવનદીપ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, અને રેડ ક્રોસ બ્લડ બેન્ક પોતાની આપશે.(13.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here