વૈષ્ણવ વણિકને જીવનસાથી પરિચય ઈ-બુકલેટ વિતરણ

વૈષ્ણવ વણિકને જીવનસાથી પરિચય ઈ-બુકલેટ વિતરણ
વૈષ્ણવ વણિકને જીવનસાથી પરિચય ઈ-બુકલેટ વિતરણ

ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજની નવતર પહેલ

ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજ- મુંબઇ દ્વારા પુરા ભારતનાં કોઇપણ વૈષ્ણવ વણિક યુવક યુવતીને વિનામૂલ્યે ઇ- બુકલેટ, સેવાભાવ સાથે વિતરણ કરવામાં આવે છે. આજનાં સમયમાં યોગ્ય જીવનસાથી મેળવવા સમાજમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સમાજનાં શ્રેષ્ઠીઓ અગાઉ જે રસ લેતાં હતા તે હવે નિરસ થઇ ગયા છે, ત્યારે ઇ- બુકલેટ શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. એ વિચારને મૂર્તિમંત કરવા ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજે પહેલ કરી છે.

ઇ- બુકલેટ મેળવવા માટે વોટસએપ નં. 9820262932 મોબાઇલ ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલશો, એટલે આપના વોટસએપ નંબરવાળા મોબાઇલમાં વિગત આવી જશે. આમાં જોડાવું હોય તેઓ વિગત જણાવશે તો તેની માહિતી ઇ- બુકલેટમાં પ્રકાશિત કરવામાં આવશે.

જીવનસાથી પરિચય ઇ- બુકલેટ પુસ્તિકાનો લાભ સમાજનાં વૈષ્ણવ વણિક જ્ઞાતિનાં યુવક- યુવતીઓને સગાઇ- લગ્ન માટે યોગ્ય પસંદગી માટે કરે છે. ઇ- બુકલેટનાં માઘ્યમથી દર મહિને ચાર-પાંચ સગાઇ તથા લગ્ન ગોઠવાય છે, જે ખૂબ જ આવકાર્ય બન્યું છે.

Read About Weather here

સેવાકિય પ્રવૃતિમાં પ્રમુખ યોગેશભાઇ શાહ, કારોબારી સભ્ય નવિનભાઇ ગાંધી, જવાહરભાઇ મહેતા, ચંદ્રેશભાઇ દાણી, ચીમનભાઇ શાહ, મુકેશભાઇ દોશી, અશ્ર્વિનભાઇ પટેલ, પ્રફુલભાઇ વોરા, ગીરીશભાઇ શેઠ, નિરવભાઇ વડોદરીયા, ત્રંબકભાઇ શેઠ સેવા આપી રહ્યા છે. પ્રચાર- પ્રસાર સેવા રાર્જકોટનાં અશ્વિનભાઇ પટેલ આપી રહ્યાં છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here