વેરા વસુલાત શાખા દ્વારા રૂ.36.01 લાખની રિકવરી

વેરા વસુલાત શાખા દ્વારા રૂ.36.01 લાખની રિકવરી
વેરા વસુલાત શાખા દ્વારા રૂ.36.01 લાખની રિકવરી

3-મિલ્કતો સીલ તથા કુલ 23-મિલ્કતાનેે ટાંચ જપ્તીની નોટીસ

મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે કુલ 3 મિલકતો સીલ અને 23 મિલકતો ટાંચની જપ્તી નોટીસ આપેલ છે અને કુલ રૂ.36.01 લાખની રિકવરી કરેલ છે. વોર્ડ નં- 4માં કુવાડવા રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 6માં સંત કબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.42 લાખ રીકવરી.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 7માં કનક રોડ પર આવેલ જીલ હોટેલના બાકી માંગણા સામે રૂ. 2.48 લાખ રિકવરી. વોર્ડ નં- 14માં સહકાર મેઇન રોડ પર 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, અટીકા તેમજ યોગેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, બાપુનગર મેઇન રોડ પર આવેલ પટેલ ચેમ્બર્સમાં આવેલ 5-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે,

કલસપતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપતા રૂ. 1.50 લાખ રિકવરી, રામનાથપરામાં આવેલ હાઇટ સ્કુલને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, કેનાલ રોડ પર આવેલ કેશવ કોમ્પલેક્ષમાં આવેલ 3-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- 15માં 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 18માં ઢેબર રોડ પર આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.50 લાખ રિકવરી, ગોંડલ રોડ પર આવેલ આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 6.07 લાખ રીકવરી, કોઠારિયા રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.50 લાખ રિકવરી કરવામાં આવી છે.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here