વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

વધુ મિલકત ધારકો વળતર યોજનાનો લાભ લેવા અપીલ

મનપાના તમામ સિવિક સેન્ટરોમાં સાંજના 6 સુધી અને ઓનલાઈન રાત્રીના 12 વાગ્યા સુધી મિલ્કત વેરો ભરી શકશે

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે 2021-22ના વર્ષમાં તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલકતધારકને 10% વળતર તથા મહિલા મિલકત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા.31 જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલકત ધારકને 5% અને મહિલા મિલકત ધારકને 10% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલકતધારકને વિશેષ 1% વળતર આપવામાં આવશે.

આવતીકાલે 10% વળતર યોજનાનો અંતિમ દિવસ છે. વધુ ને વધુ મિલકતધારકો વળતર યોજનાનો લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરોમાં સાંજના 6 વાગ્યા સુધી કેશ/ચેક દ્વારા અને ઓનલાઈન રાત્રીના 12વાગ્યા સુધી મિલ્કત વેરો ભરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here