વેપાર-ઉદ્યોગકારોને કોઇપણ સમસ્યા કે પ્રશ્ર્નો હોય તો વિનાસંકોચે મોકલો: રામભાઇ મોકરીયા

વેપાર-ઉદ્યોગકારોને કોઇપણ સમસ્યા કે પ્રશ્ર્નો હોય તો વિનાસંકોચે મોકલો: રામભાઇ મોકરીયા
વેપાર-ઉદ્યોગકારોને કોઇપણ સમસ્યા કે પ્રશ્ર્નો હોય તો વિનાસંકોચે મોકલો: રામભાઇ મોકરીયા
રાજકોટ ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ) તથા બેન્ક ઓફ બરોડાના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહયા હતા.આ મિટિંગમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, નૌતમભાઈ બારસીયા, ફીઓના રીજીઓનલ ચેરમેન નંદિકેશોર કાગલીવાલ, વાઈસ પ્રેસીડેન્ટથી ખાલીદ ખાન, ડી એન્ડ સી.ઈ.સી ડો.અજય સહાય, રાજકોટ જોઈન્ટ ડીજીએફટી બીસ્નોઈ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેજેનર કે.વી. મોરી, બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ વિજયકુમા2 બસેઠા, ઈસીજીસીના માન્ચ કેડ વિકાસ પ્રસાદ તથા સીજીએસટી જોઈન્ટ કમિશનર રાજેશ નાગોરા ઉપસ્થિત રહી ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન આપેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું રાજકોટ ચેમ્બર દ્વારા હરહંમેશ વેપાર-ઉદ્યોગના પ્રશ્ર્નોને વાચા આપવા તત્પર રહે છે અને તેઓના પ્રશ્ર્નોનું કેન્દ્ર – રાજય સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવે છે.કોઈપણ વેપાર – ઉદ્યોગકારોને પશ્ર્નો કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બર હંમેશા તેમની સાથે છે તેથી તેઓની તેમની રજૂઆતો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા અનુરોધ કરેલ અને તેઓના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી. ફીઓના ડી.જી. અને સી.ઈ.ઓ. અજય સહાય દ્વારા વિગતવાર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપેલ હતી.

Read About Weather here

રાજકોટ જોઈન્ટ ડી.જી.એફ.ટી. બિશ્નોઈ દ્વારા નિકાસકારો માટે પ્રોત્સાહીત આપતી ફોરેન ટ્રેડ પોલીસી વગેરે અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી.
મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, હું પણ પોતે એક બિઝનેશમેન છું એટલે ધંધામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે તે સમજી શકું છું તેથી આપ સૌ વેપાર – ઉદ્યોગકારોને કોઈપણ સમસ્યા કે પ્રશ્ર્નો હોય તો વિના સંકોચે રાજકોટ ચેમ્બરના માધ્યમથી રજૂઆત મોકલી આપવી અને તેનું યોગ્ય અને ચોકકસ પણે નિરાકરણ લાવવા પાસ કરીશું તેમજ રાજય કેન્દ્ર સરકારમાં જયા જયા જરૂર પડે ત્યાં હંમેશા આપ સૌ વેપાર ઉદ્યોગકારોની સાથે રહી મદદરૂપ થવા તત્પર રહીશ. બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ કેડ વિજયકુમાર બસેઠા દ્વારા બેન્ક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાની જાણ કરી ખાસ કરીને નિકાસકારોને અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here