વેડિંગ ઇન ધ એર…!

વેડિંગ ઇન ધ એર...!
વેડિંગ ઇન ધ એર...!
સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના રિલેશનમાં હોવાની વાતો વહેતી થઈ છે. હાલ બોલિવૂડમાં વેડિંગ સીઝન ચાલુ છે. એક પછી એક સેલેબ્સ લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. વધુ એક કપલના લગ્નની ચર્ચા જોરશોર થઇ રહી છે. આ બંને આ વર્ષે લગ્ન કરી શકે છે. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી ઓફિશિયલી અનાઉન્સ કર્યું નથી.રશ્મિકા અને વિજય ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યુ કરવાનાં છે, એટલે જ હાલ તેઓ મુંબઈમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

વિજય તેની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ લાઇગરના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં ઓપોઝિટ રોલમાં અનન્યા પાંડે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, રશ્મિકાએ હાલમાં જ મુંબઈમાં એક ફ્લેટ લીધો છે. વિજય અને રશ્મિકા ન્યૂ યર સેલિબ્રેટ કરવા ગોવા ગયાં હતાં. ઘણીવાર આ લવ બર્ડ્સ સાથે દેખાય છે.રશ્મિકા અને વિજયે સુપરહિટ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું છે.

ફિલ્મમાં તેમની જોડી દર્શકોના દિલમાં વસી ગઈ. એ પછીથી બંને વચ્ચે અફેર હોવાની વાતો થઇ રહી છે. રશ્મિકા હાલ બોલિવૂડ ફિલ્મ ‘મિશન મજનૂ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેના ઓપોઝિટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા છે.25 વર્ષીય એક્ટ્રેસ રશ્મિકાની એક્ટિંગના દીવાનાની કોઈ કમી નથી. તેણે એક ઇન્ટરવ્યુમાં મેરેજ વિશે કહ્યું હતું, ‘લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી, પરંતુ પાર્ટનર એવો જોઈએ જેની સાથે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો.

Read About Weather here

‘મિશન મજનૂ’ ઉપરાંત રશ્મિકા ‘ગુડ બોય’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં રશ્મિકા ઉપરાંત અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પણ લીડ રોલમાં છે. છેલ્લે રશ્મિકા અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’માં શ્રીવલ્લીના રોલના દેખાઈ હતી. આ ફિલ્મનું સોન્ગ જોરદાર હિટ ગયું છે.ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here