વેટ કાયદાનાં એસેસમેન્ટનાં પડતર કેસોનો તા.15 મે સુધીમાં નિકાલ થશે

વેટ કાયદાનાં એસેસમેન્ટનાં પડતર કેસોનો તા.15 મે સુધીમાં નિકાલ થશે
વેટ કાયદાનાં એસેસમેન્ટનાં પડતર કેસોનો તા.15 મે સુધીમાં નિકાલ થશે
આજે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસીડેન્ટ રાજુભાઇ દોશીની આગેવાનીમાં ચેમ્બરના કોષાધ્યક્ષ અજીતસિંહ જાડેજા તથા સુનીલભાઇ ચોલેરા અને મધુભાઇ શાહ તેમજ રાજકોટ જી.એસ.ટી. બાર એસોસિએશનના પ્રમુખ જતીનભાઇ ભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી હેમલભાઇ કામદાર તથા સેક્રેટરી અને અન્ય પદાધિકારીઓનું બનેલ પ્રતિનિધિમંડળ આજે વેચાણ વેરા ભવન ખાતે જોઇન્ટ એડીશનલ કમિશનર ઝવેરી તથા વકીલ હાજરીમાં મિટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટીંગમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા અગાઉથી રજૂ કરવામાં આવેલ પ્રશ્ર્નો અંગે ક્રમશ: ચર્ચા વિચારણા કરવામાં આવતાં રજૂ કરેલ સર્વે પ્રશ્ર્નોનું નીચે મુજબ નિરાકરણ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

નવા નંબર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે થર્ચા વિચારણા કરી ઉપરી અધિકારીઓ દ્વારા નવા નંબર મેળવવામાં સરળતા થાય તે રીતની સુચના જિલ્લા સ્તરે કાર્યરત આધકારીઓને કોન્ફરન્સમાં જોડીને તાત્કાલીક અસરથી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેમ કે, નવા નંબર મેળવવા માટે સ્થાનીક અધિકારીઓ વેપારીઓને બીનજરૂરી સવાલો અને ઈન્કવાયરીઓ ઉપસ્થિત કરી હેશનગતિ ઉભી થતી હતી. તે બાબતે ઝવેરી સાહેબે તત્કાલીક સુચના આપી જણાવ્યું કે આવા નાના નાના પ્રશ્ર્નોની ઇન્કવાયરી જરૂરી ન હોય, કરવી નહી. અને જેન્યુઇન વેપારીઓને વહેલામાં વહેલા નંબર મળી રહે તેવી સરળતાપૂર્વક કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ છે.

વેટ કાયદા હેઠળના પડતર રહેલ એસેસમેન્ટના કેસી તા.15 મે, સુધીમાં પૂર્ણ કરવા સહમત થતા આદેશ કરી જે-તે અધિકારીઓને સૂચના આપવામાં આવી. આ ઉપરાંત જીએસટી કાયદા હેઠળના અને સને 2017-18 તેમજ 2018-19 ના વર્ષના પડતર કેસોનો ત્વરીત નિકાલ કરવા સુચના આપી. તેમજ પડકાર આકારણી કેસોમાં કેટલાક અધિકારઓ માત્ર સેન્ટ્રલ કાયા નીચેની જ આકારણી કરતા હોય છે. અત્યારે રાજય કાયદા હેઠળની આકારણીમાં રીફંડ ઉભું થતું હોય તેને સરભર કરી પુરી આકારણી કરવી જોઇએ. તે બાબત એડી. કમિશનરથી સંમત થતા કોન્ફરન્સમાં જ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. તે મુજબ બંને કેસોનું એસેસમેન્ટ તાત્કાલીક પૂર્ણ કરી નીકળતા વળતરના દાવા મંજુર કરી આકારણી આદેશ કરવો.

Read About Weather here

આમ સંપૂર્ણ સહકારભર્યા વાતાવરણમાં એડીશનલ કમિશનર ઝવેરી સાહેબે સર્વે કોન્ફરન્સમાં રહેલ સ્થાનીક અધિકારીઓને હકારાત્મક વલણ અપનાવવા સુચના આપવામાં આવેલ. તેમજ વેપારીઓને જણાવેલ કે, આમ છતાં કોઇપણ બાબતમાં સંતોષકારક કાર્યો ન થાય તો અમોને ઉપરી અધિકારીઓને જાણ કરી મળવાથી વેપારીઓના કાર્ય પુરા કરવામાં આવશે જ. તેની હું ખાત્રી આપુ છું તેવું જણાવી મિટીંગનું કાર્ય પૂર્ણ થયેલ.આમ, જીએસટી અંગેના પ્રશ્ર્નોના ઉકેલમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરેલી રજૂઆતને સફળતા પ્રાપ્ત થયેલ છે. આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ મંત્રી તથા ઇન્ચાર્જ માનદમંત્રી ઇશ્ર્વરભાઇ બાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here