વેચાણ દસ્તાવેજ રજીસ્ટાર કરતી વખતે પુરાવાઓ ફરજીયાત રજૂ કરવા હાઈકોર્ટનાં જજમેન્ટની વિરૂધ્ધ છે: રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.

વેચાણ દસ્તાવેજ રજીસ્ટાર કરતી વખતે પુરાવાઓ ફરજીયાત રજૂ કરવા હાઈકોર્ટનાં જજમેન્ટની વિરૂધ્ધ છે: રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.
વેચાણ દસ્તાવેજ રજીસ્ટાર કરતી વખતે પુરાવાઓ ફરજીયાત રજૂ કરવા હાઈકોર્ટનાં જજમેન્ટની વિરૂધ્ધ છે: રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.
રાજકોટ રેવન્યુ પ્રેક્ટીશનર્સ એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં સુપ્રિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઉપરોકત બાબતમાં જણાવેલ પરીપત્રથી નવું ફોર્મ-1 અમલી બનાવવા તથા જુનું ઈનપુટશીટ રદ્ કરવા અંગે પરીપત્ર બહાર પાડવામાં આવેલ છે તે નવું ફોર્મ-1 આજરોજથી અમલ કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. તે નવું ફોર્મ-1 વાસ્તવીક પરિસ્થિતિ સાથે સુસંગત નથી તેના કારણો નીચે મુજબ રજુ કરીએ છીએ તે સરકારને ધ્યાન ઉપર મુકાવવા તથા જરૂરી સુધારા વધારા કરાવવા અરજ છે.
વેચાણ દસ્તાવેજ રજીસ્ટાર કરતી વખતે પુરાવાઓ ફરજીયાત રજૂ કરવા હાઈકોર્ટનાં જજમેન્ટની વિરૂધ્ધ છે: રેવન્યુ પ્રેકટીશનર્સ એસો. દસ્તાવેજ

Visit Saurashtra Kranti Homepage here

નવા ફોર્મ-1 ની સાથે જે પુરાવાઓ રજુ કરવાનું ફરજીયાત જણાવેલ છે તે પુરાવાઓ રજુ કરવા કોઈપણ સંજોગોમાં વ્યાજબી/વ્યવહારૂ નથી અને તે અંગે જાહેરનામું બહાર પાડેલ છે. જે સરકારની માર્ગદર્શક સુચનાઓની વિરૂધ્ધ છે. સરકારએ મિલ્કત ખરીદ વેચાણના વ્યવહારો રજીસ્ટર કરાવતા સમયે પુરાવાઓ રજુ કરવાના પરીપત્રો તા.21-9-2010 અને તા.6-10-2010 ના રોજ ઈસ્યુ કરેલ. બંને પરીપત્રો સરકાર એ તેમના પરીપત્ર ક્રમાંક:-ઈજર/વહટ/281/2014/7775-8104 તા.3-3-2017 થી રદ કરેલ છે અને પરીપત્ર ગુજરાત હાઈકોર્ટે લેટર્સ પેટન્ટ અપીલ નં.1475/2015 વગેરેમાં તા.23-12-2015 ના રોજ આપેલ જજમેન્ટને અનુસંધાને બહાર પાડવામાં આવેલ છે.

આમ, બીજી દુષ્ટીએ જોવા જઈએ તો તા. 16-7-2022 ના રોજ પુરાવાઓ ફરજીયાત રજુ કરવાનો પરીપત્ર બહાર પાડેલ છે તે ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની વિરૂધ્ધ છે. તેથી આ પરીપત્ર કાયદાના પ્રસ્થાપિત થયેલ વિરૂધ્ધ છે. તેથી આ નવું ફોર્મ-1 રદ કરાવવા અથવા તેમાં વ્યવહારૂ ફેરફારો કરાવવા સરકારને ભલામણ કરવા વિનંતી. નવા ફોર્મ-1 સાથે બી.યુ. સર્ટીફીકેટ, મંજુર થયેલ બિલ્ડીંગ પ્લાન, બીનખેતી હુકમ અને બીનખેતીનો પ્લાન ફરજીયાત રજુ કરવાનું જણાવેલ છે.

Read About Weather here

જે કોઈપણ સંજોગોમાં વ્યવહારૂ નથી કારણ કે, રાજકોટમાં જ જુના ગામ તળમાં જે ઈમારતો/મકાનો આવેલ છે. તેનું બાંધકામ ઘણું જુનું છે. જેના બી.યુ. સર્ટીફીકેટ, બિલ્ડીંગ પ્લાન છે જ નહીં તેવા લોકો પોતાના દસ્તાવેજોની નોંધણી જ કરાવી શકે નહીં જે કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ છે. કારણ કે કોઈપણ વ્યકિત જયારે કોઈ મીલ્કતનો માલીકી હકક ધરાવતા હોય તેઓને તેમની મીલ્કત વેચાણ કરવાનો બંધારણીય હકક છે જે ઉપરોકત પુરાવાઓ રજુ કરવાના નવા ફોર્મ-1 થી અવરોધાય છે જે કાયદા વિરૂધ્ધ છે તેથી પણ નવું ફોર્મ-1 રદ્ કરાવવા અથવા તેમાં ફેરફાર કરાવવા રજૂઆત કરેલ હતી તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here